તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 16th April 2024
જેનીબેન ઠુંમરના સમર્થનમાં હોદ્દેદારોની બેઠક મળી

દામનગર : શહેરમાં પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયાની અધ્યક્ષતામાં કોંગ્રેસ હોદેદારોની બેઠક મળી. જેમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જેનીબેન ઠુંમરના સમર્થનમાં કુકાવવાના વાવડી ખાતે હાજરી આપવાની ટીમ માર્ગદર્શન અપાયું હતું દામનગર શહેરમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સહિતની ચર્ચા કરાય લોકસભા ૧૪ અમરેલીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુંમરના આગામી પ્રવાસની વિગતો તેમને મળતા સમર્થન અંગે સર્વને અવગત કરતા ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા કોંગ્રેસમાં અર્જુનભાઇ સોસા મંત્રી નરેશભાઈ અધ્યાર્યું રફીકભાઈ મોગલ આંબાભાઈ કકડીયાએ અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્યમાં જેનીબેનને મળતા પ્રચંડ જન સમર્થનથી સર્વને અવગત કર્યા હતા દામનગર શહેરના પોપટપરા વિસ્તારમાં સ્થાનિક અગ્રણી રવજીભાઈ નારોલા પૂર્વ નગરપતિ ભીમજીભાઈ વાવડીયા જીતુભાઇ નારોલા પીયૂસ જયપાલ રાજુભાઈ કમેજળીયા ધીરૂભાઇ નારોલા પ્રવીણભાઈ નારોલા આપ કાર્યકર દેવેન્દ્ર જુઠાણી રાજેશભાઈ નારોલા હિંમતભાઈ નારોલા નાનજીભાઈ વાવડીયા મનીષ ગાંધી સહિત અસંખ્ય સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
