<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

કાલે શ્રી દ્વારકાધીશ મંદિરે રામનવમી નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૬: આગામી તા.૧૭/૪/૨૦૨૪ને બુધવારે રામનવમીનાં ‘રામનવમી ઉત્‍સવ' હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે.

જ્જ જેમાં તા.૧૭ને બુધવારે શ્રીજીની મંગલા આરતી સવારે ૬.૩૦ કલાકે

જ્જ સવારે ૮ થી ૯ કલાકે મંદિર (બંધ) અનોસોર

જ્જ શ્રૃંગાર દર્શન સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે

જ્જ શ્રૃંગાર આરતી સવારે ૧૦ થી ૧૦.૧૫ કલાકે

જ્જ સવારે ૧૦.૩૦ થી ૧૨ સુધી દર્શન બંધ

જ્જ ઉત્‍સવ આરતી બપોરે ૧૨ કલાકે

જ્જ ઉત્‍સવ દર્શન બપોરે ૧૨ થી ૧.૩૦ સુધી

જ્જ બપોરે ૧.૩૦ કલાકે મંદિર (બંધ) અનસોર

જ્જ બપોરે ૧.૩૦ થી સાંજે ૫ (મંદિર બંધ)

જ્જ સાંજનો નિત્‍યક્રમ મુજબ રહેશે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકાએ જણાવ્‍યું છે.

(1:46 PM IST)