<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

રૂપેણ બંદરે મળેલ ૪૪.૮પ લાખનું ચરસ હેરાફેરી દરમિયાન પડી ગયાની શકયતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૬ :  પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ નિતેજ પાંડેય , પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્‍યદસ્‍થા જળવાઈ રહે તેમજ દરીયાઇ માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરી તથા લેન્‍ડીંગ પર અંકુશ લાવવા નીયમીત પેટ્રોલીંગ કરવા અંગે શ્રી પી.સી. સીંગરખીયા, ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગળપ, જિ.દેવભૂમિ દ્વારકાને સુચનાઓ તથા જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

પી.સી.સીંગરખીયા, ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્‍ટર, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ, જિ.દેવભૂમિ દ્વારકા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૂપ દેવભૂમિ દ્વારકાના સી. સબ ઇન્‍સ્‍પેક્‍ટર, જગદીશભાઈ વજશીભાઈ કરમુર, અશોકભાઈ રાણાભાઈ સવાણી, પોલીસ હેડ કોન્‍સ. જીવાભાઈ કરણાભાઈ ગોજીયા વિગેરે પોલીસ કર્મચારીઓ નાઓ રૂપેણબંદર વિસ્‍તાર દરિયાકાંઠે ફુટ પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્‍યાન યા હઝરત અશાબાપીરની દરગાહથી રૂપેરા બંદર તરફ આવતા શાંતિ નગર, હોટલ સ્‍કાય કમ્‍ફર્ટ બીચની સામે દરિયાકાંઠા ઉપર પથ્‍થરોની બાજુમાં એક પારદર્શક પ્‍લાસ્‍ટીકની સેલોટેપ વિટાળેલ શંકાસ્‍પદ પેકેટ બિનવારસુ હાલતમાં જોવામાં આવેલ જેથી તુરત જ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી, શ્રી ટી.સી.પટેલ, પોલીસ ઇન્‍સપેકટર, દ્વારકા પોલીસ સ્‍ટેશન, જિ.દેવભૂમિ દ્વારકાનાઓની સાથે ઉપરોક્‍ત બિનવારસુ મળી આવેલ પેકેટ જેના ઉપર અંગ્રેજીમાં  BAILEY'S, ORIGINAL, Irish Cream લખેલ હતુ સદરહું માદક પદાર્થની એફ.એસ.એલ. અધિકારીશ્રીની હાજરીમાં તપાસણી કરતા સદરહુ માદક પદાર્થ વિદેશી હાઈ ક્‍વોલીટીનું ચરસ હોવાનું જણાવેલ આમ, કોઈ અજાણ્‍યા ઇસમ દ્વારા કુલ ૮૯૭ ગ્રામ ચરસ, કિંમત રૂપિયા.૪૪, ૮૫,૦૦૦/- નું હેરાફેરી કરતા કોઈ પરા રીતે પડી ગયેલ હોય જેના વિરુધ્‍ધ એન.ડી.પી.એરા. કલમ ૮(સી), ૨૨ (સી) મુજબ ગુન્‍હો દ્વારકા પોલીસ રટશેન ખાતે શ્રી પી.સી.શિંગરખીયા, ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રૂપ, દેવભૂમિ દ્વારકાનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદ જાહેર કરી ગુન્‍હો નોંધી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર આર.એચ. સુવા દ્વારકા પોલીસ રસ્‍ટેશનનાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.

પોલીસે માદક પદાર્થ ચરસનો કુલ ૮૯૭ ગ્રામ જથ્‍થો જેની આંતરરાષ્‍ટ્રીય બજાર કિંમત રૂપિયા. ૪૪,૮૫,૦૦૦/- જપ્ત કરેલ છે.

આ કામગીરી ટી.સી.પટેલ, પોલીસ ઇન્‍સપેક્‍ટર, દ્વારકા પોલીસ સ્‍ટેશન, જિ.દેવભૂમિ દ્વારકા (૦૨) શ્રી પી.સી. સીંગરખીયા, ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્‍ટર, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૂપ, જિ.દેવભૂમિ દ્વારકા હરદેવસિંહ જાડેજા, , અશોકભાઈ સવાણી, દઇરડાનભાઈ ખીરા, જગદીશભાઈ કરમુર, એ.એસ.આઈ., જીવાભાઈ ગોજીયા, પોલીરા હેડ કોન્‍સ. , નરેન્‍દ્રસિંહ રાઠોડ,  સ્‍વરૂપસિંહ જાડેજા,  કળષ્‍ણરાજસિંહ જાડેજા, (પોલીસ કોન્‍સ.), કિશોરભાઈ ડાંગર, ડ્રા. પોલીસ હેડ કોન્‍સ., દિનેશભાઈ ચાવડા, ડ્રા પોલીસ કોન્‍સ.  એ કરેલ છે.

(1:48 PM IST)