<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

છતીસગઢના દુષ્‍કર્મના વોન્‍ટેડ આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો

 

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૬: છતીસગઢ રાજયના જગરાખંડ પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાયેલ રેપના ગુનાનો ફરાર આરોપીને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધો હતો.

લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય હોય ત્‍યારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોકકસ ખાનગી બાતમીના આધારે છતીસગઢ રાજયના જગરાખંડ પોલીસ મથકમાં નોંધાયેલ રેપના ગુનામાં ફરાર આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર(ઉ.વ.૨૩, રહે.મનેન્‍દ્રગ઼ થાના, જગરાખંડ, છતીસગઢ) ને વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક અમરધામ પાસે ભાડે રાખેલ ઓરડીમાંથી ઝડપી પાડી આરોપીને છતીસગઢ પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરમાં પીએસઆઇ એલ.એ. ભારગા, હેડકો.મયુરધ્‍વજસિંહ જાડેજા, એ.એસ. આઇ. જીતેન્‍દ્રકુમાર અઘારા, ચમનભાઇ ચાવડા, કો.હરિશ્વંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, રવિભાઇ કલોત્રા, અજયસિંહ ઝાલા સહિતના જોડયા હતા

(2:07 PM IST)