તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
જામનગરમાં દારૂ સાથે ઝબ્બે

જામનગર,તા. ૧૭: જીલ્લા જેલ ની બાજુમા રોડ ઉપર થી નરેન્દ્ર ઉર્ફ સંદિપભાઇ મનસુખભાઇ શીંગરખીયા ઉ.વ.૨૯ ધંધો કડીયાકામ રહે.શંકરટેકરી નવી નિશાળ ની બાજુમા જામનગર વાળા પોતાના કબ્જામાથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ કિ.રૂ.૨૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિહ વાળા, નાનજીભાઇ પટેલ ,હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા,વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
