<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

વાંકાનેરમાં મીરૂમીંયા બાવાનો ઉર્ષ કાર્યક્રમ સમ્‍પન્‍ન

સુફીસંત-પીર મર્હુમ મીર સાહેબ પીરઝાદાના ચેહલુમ-કુઆન-ફાતેહા ખ્‍વાની તથા તેઓના સાહેબ ઝાદાને ગાદીએ બેસાડવાના એક જ દિવસના આ ત્રિવિધ કાર્યક્રમમાં હજારો અકીદતમંદોની આસ્‍થાભેર હાજરી

 

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. વાંકાનેરના પીર સૈયદ મીરૂમીંયા બાવાના વાર્ષિક ઉર્ષ અને પીર સૈયદ મીર સાહેબ પીરઝાદાના ચેહલુમ તથા તેઓના સાહેબઝાદા પીર સૈયદ સાઇર એહમદને મોટી મોમીન જુમાતની ગાદી એ બેસાડવાનો ખાસ કાર્યક્રમમાં કુર્આન ખ્‍વાની બાદ મર્હુમ પીર સૈયદ મીર સાહેબના મોટા ફરર્ઝદ શાઇર એહમદ પીરઝાદાને મોમીન મુસ્‍લિમ જુમાત ગાદી નશીન માટે પીર સૈયદ વિજારત બાવા સાહેબ કે જેઓ મોમીન મુસ્‍લિમ નાની જુમાતના પીર સાહેબ છે તેઓ પોતાની મસાયખી મોમીન કોમના વડા તરીકે હાજરી આપીને સાઇર એહમદ પીરઝાદાને પરંપરા મુજબ વંશજોની પાઘડી-તોફા સાથે મોમીન મોટી જુમાતના પીરે તરીકત જાહેર કરેલ હતાં. આ ગાદીએ બેસાડવાની પારંપરીક પ્રથા મુજબ પીર સૈયદ સાઇર એહમદ બાવાને મોમીન મોટી જુમાતના પીર તરીકે આરૂઢ કર્યા હતાં.

આ પ્રસંગે બહોળી સંખ્‍યામાં નાની મોટી મોમીન જુમાતના લોકો પીર સાઇર એહમદ પીરઝાદાના મામા પક્ષના તથા શકીલ એહમદ પીરઝાદા, ઇરફાન એહમદ પીરઝાદા, મોઇન એહમદ મંઝૂર હુસેન પીરઝાદાના મામા તથા મોસાળ પક્ષના વડીલોએ હાજરી આપી હતી. વાંકાનેર તાલુકાભરમાંથી બહોળી સંખ્‍યામાં મોમીન સમાજના ભાઇઓ - બહેનો હાજર રહ્યા હતાં. ઉપરાંત અમદાવાદ, સુરત, વસો, બાવળા, બગોદરા, નવસારી, ભરૂચ, ખંભાત સહિત અમેરિકા (યુએસ) દિલ્‍હી નિજામુદીન દરગાહના ખાદીમ, ગરીબ નવાજ (અજમેર)ના ગાદી નશીન સાથે હિન્‍દુ કોમના અગ્રણીઓએ હાજર રહી સાઇર એહમદ શકિલ એહમદનું સન્‍માન કરી દુઆ ગુજારેલ.

ઉપરોકત કાર્યક્રમ સવારે ૮ વાગ્‍યાથી શરૂ થયેલ અને મોડી રાત્રે સંદલની રસમ બાદ પુરો થયેલ. ન્‍યાજની પુરી વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. વિશાળ જનસમુદાય ઉમટેલો હોઇ, દાણાપીઠ ચોક, થી રાજકોટ રોડ ર૪ કલાક માટે વાહનો માટે બંધ રાખવામાં આવેલ હતો. પોલીસ દ્વારા પુરતો બંદોબસ્‍ત પ્રશંસનીય રહ્યો હતો.

(12:18 PM IST)