તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
ઉનામાં અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમી ઉજવણીનો અનેરો ઉત્સાહ
પ્રાચીન રામજી મંદિરે રામજન્મ ઉત્સવ આરતીઃ ત્રિકોણબાગ પાસે રામ ભગવાન જીવન ચરિત્ર ઉપર પ્રદર્શનઃ કામધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયાં: ઠેર ઠેર ધજા પતાકા સુશોભિત કમાનો શ્રી રામના કટ આઉટ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૭: અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શહેરમાં પ્રથમ રામનવમી ઉજવણી લોકો અનેરા ઉત્સવ સાથે ઉજવી રહયા છે. પ્રાચીન રામજી મંદિર સહિત અન્ય રામ મંદિરોમાં રામનવમીએ મહાઆરતી પંજરી અને પંચામૃત પ્રસાદતેમજ રામ ભગવાન જીવન ચરિત્ર પ્રદર્શન સહિત આયોજન થયા છે. શોભાયાત્રામાં લોકો કામધંધા બંધ રાખીને જોડાયા હતાં.
અયોઘ્યા માં ૫૦૦વરસ પછી સુંદર રામ જન્મભૂમિમાં ભવ્ય મંદિરમાં શ્રી, રામ ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠા પછી પ્રથમ વાર આવતી રામજન્મ જયંતિ ને ઊના શહેર અને તાલુકા ની શ્રી, રામ કળષ્ણ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા અનોખી રીતે અને ભવ્ય ઉજવણી કરવા સમિતિ ના આગેવાનો ભાવેશ ભાઈ સાખટ, નીપૂલ ભાઈ શાહ, રામજી ભાઈ પરમાર, યશવંત ભાઈ, મહેશ ભાઈ, અજય ભાઈ, ચિંતન ભાઈ, લાલજી ભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા એક મહિના થી આખું ગામ અને તાલુકા ને ધજા પતાકા, કમાનો, રામ ભગવાન ના કટ આઉટ થી ભગવા રંગ થી રંગાઈ ગયા છે.ે
છેલ્લા છ દિવસ થી ઊના મા ત્રિકોણબાગ સામે આવેલ રાવણા વાડી માં શ્રી, રામ કળષ્ણ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા પ્રદર્શન ખુલ્લું મુકવા માં આવેલ હતું જેમાં શ્રી, રામ ભગવાન ના જીવન ચરિત્ર ઉપર બનવવા માં આવેલ અને અયોઘ્યા નું મંદિર ની આબેહૂબ કળતિ તેમજ શ્રી, રામલલ્લા ની મૂર્તિ તેમજ ૨૦થી વધુ કળતિ ઓ થ્રીડી ઇફેક્ટ વાળા ફ્લોટ્સ પ્રદર્શન મા મૂકતા હજારો સનાતની ભકતો ઊમટી પ્રદર્શન જોઈ અને માણી રહિયા છે.
રામ જન્મ જયંતિ ના દિવસે ઊના ના પ્રાચીન રામજી મંદિર એ સવાર થી ઉત્સવ શરૂ થઇ ગયો છે.ે બપોર ના બાર કલાકે રામ જન્મ ઉત્સવ આરતી, અને ભકતો ને પંજરી અને પંચામળત ની પ્રસાદી અપાશે
બપોર ના ઊના શહેર ના ભક્તજનો દ્વારા કામ ધંધા બંધ રાખી જોડાયા હતાં.ે અને રામજી મંદિર એથી શ્રી, રામકળષ્ણ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા શોભા યાત્રા શરૂ થશે પાલખી મા શ્રી, રામ ભગવાન ની મૂર્તિ મૂકી પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ શોભાયાત્રા ઊના શહેર ના મુખ્ય મુખ્ય માર્ગે ફરશે અને વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ અને આ શોભા યાત્રા મંદિરે પરત ફરી હતી.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
