તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 17th April 2024
ગુજરાતી ગાયિકાને બિભત્સ વિડીયો મોકલીને ખંડણી માંગનાર આરોપીઓને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ
ખંડણી ન આપે તો વિડીયો વાયરલ કરી દેવાની હેમંત રણમલભાઇ કરંગીયા, વિશાલ રામભાઇ દેથરીયા, દિવ્યેશ રામભાઇ કરંગયાએ ધમકી આપી'તી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭ : ગુજરાતી ગાયિકાને બિભત્સ વિડીયો મોકલીને ખંડણી માંગનારા આરોપીઓને દેવભૂમિ દ્વારકા પોલીસે ઝડપી લીધા છે.
દેવભૂમિ દ્વારકા પોલીસે હેમત રણમલભાઇ કરંગીયા, ઉ.વ.૧૯, ધંધો, ખેતી, રહે. મોટા આસોટા ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકા, વિશાલ રામભાઇ દેથરીયા, ઉ.વ.૧૯, ધંધો. અભ્યાસ, રહે. કુવાડીયા ગામ, તા. ખંભાળીયા, જી. દેવભુમી દ્વારકા. હાલ રહે. ઘાટલોડીયા, અમદાવાદ, દિવ્યેશ રામભાઇ કરંગીયા, ઉ.વ. ૧૯, ધંધો. ખેતી, રહે. સામોર ગામ. તા. ખંભાળીયા, જી. દેવભુમી દ્વારકાની ધરપકડ કરી છે.
વિગત મુજબ હેમત રણમલભાઇ કરંગીયા, રહે. મોટા આસોટા ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકા ખાતે રહી ખેતીકામ કરે છે. અને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે. તેમજ વિશાલ રામભાઇ દેથરીયા, રહે. રહે. કુવાડીયા ગામ, તા. ખંભાળીયા, જી. દેવભુમી દ્વારકા ખાતે રહે છે અને હાલ અમદાવાદ ખાતે બી.સી.એ.માં અભ્યાસ કરે છે, દિવ્યેશ રામભાઇ કરંગીયા રહે, સામોર ગામ, તા. ખંભળીયા, જી. દેવભુમી દ્વારકા ખાતે રહી ખેતીકામ કરે છે. ત્રણેય આરોપીઓ મિત્ર હોય અને સૌપ્રથમ આરોપી દિવ્યેશ કરંગીયાએ એક બિભત્સ વિડીયો આરોપી વિશાલ દેથરીયાને મોકલી આ વીડીયો ગાયક કલાકારનો છે.
તેમ જણાવેલ. આરોપી વિશાલ દેથરીયા દ્વારા આ બિભત્સ વિડીયો આરોપી હેમત કરંગીયાને મોકલી આ વીડીયો ગાયક કલાકારનો છે. તેમ જણાવેલ. ત્યારબાદ આરોપી હેમત કરંગીયાએ આ બિભત્સ વિડીયો વર્ચ્યુલ નંબર દ્વારા ફરીયાદીને વોટસએપ દ્વારા મોકલી આ વિડીયો ફરીયાદીનો હોય તેવુ જણાવી ફરીયાદી પાસેથી રૂપીયા ૩૫,૦૦૦/- ની ખંડણીની માંગણી કરેલ અને આ પૈસા તેના મિત્રના ગુગલ પે એકાઉન્ટમા ટ્રાંન્સફર કરવાનું જણાવી પૈસા નહી આપે તો આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, ભુંડી ગાળો આપી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હોવાની કબુલાત કરેલ છે. આરોપીઓના મોબાઇલ ફોનમાંથી બિભિત્સ વિડીયો મળી આવેલ છે તેમજ અન્ય પુરાવા પણ મળેલ છે.
દેવભૂમિ દ્વરકા જિલ્લાની સુચનાથી પી.પી. બ્રહ્મભટ્ટનાઓ, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
પી.જે.ખાંટ, પો.સ.ઇ., સાથબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
એસ.વી.કાંબલીયા, પો.સ.ઇ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
મુકેશભાઈ એ. કેશરીયા, હેડ કોન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
ભરતભાઇ એ.ચાવડા, હેડ કોન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
પબુભાઇ ડી. ગઢવી, હેડ કોન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
હેભાભાઇ કે. ચાવડા, પો. કોન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા
મીનાબા બી. ચુડાસમા, પો. કોન્સ., સાથબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકાએ કરી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
