તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
નરેન્દ્રભાઇની આગેવાનીમાં ભારતનો દેશની પ્રગતિમાં ડંકો : રાજેશ ચુડાસમા
જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે સભા-રેલી સાથે આવેદનપત્ર ભર્યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે કોળી સમાજનાં આગેવાન અને બે ટર્મથી જીત હાંસલ કરનાર રાજેશ ચુડાસમાને હેટ્રીકની જીતના વિશ્વાસ સાથે ઉમેદવાર તરીકે પસંદગી કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આજે સવારે રાજેશભાઈએ ધાર્મિક સ્થળો એ દર્શન કરી સંતો મહંતોનાં આશિર્વાદ સાથે જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે જાહેરસભા યોજાઇ હતી અને ત્યારબાદ નામાંકન રેલી યોજવામાં આવી હતી ત્યારે ભાજપ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ આગેવાન અને ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહથી આજે દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે.
સભામાં કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, લોકસભાના ઇન્ચાર્જ ઉદય કાનગડ સંયોજક ચંદ્રેશભાઈ હેરમાં, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા જીલ્લા અધ્યક્ષ કીરીટભાઇ પટેલ ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠીયા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા મનનભાઇ અભાણી વિનુભાઇ ચાંદેગ્રા, બંને જીલ્લાનાં મહામંત્રીઓ, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ બારડ, પ્રદ્યુમ્નભાઈ વાજા, કે.સી.રાઠોડ તથા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ડોલરભાઈ કોટેચા, જુનાગઢ મહાનગર કોર્પોરેશન નાં ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સ્ટેડીગ ચેરમેન હરેશભાઈ પરસાણા શાસકપક્ષ નેતા કીરીટભાઇ ભીભા દંડક અરવિંદભાઈ ભલાણી, લક્ષમણભાઈ યાદવ, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, જુનાગઢ વિધાનસભા ચૂંટણી પ્રભારી માંનસીગભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, માઘાભાઈ બોરીચા, હર્ષદભાઈ રિબડીયા, જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, પૂર્વ રાજય સભા સાંસદ ચુનીભાઈ ગોહેલ, દિનેશભાઇ ખટારીયા, જીલ્લા મહાનગર સંગઠન હોદ્દેદારો તથા પ્રદેશ હોદેદારો કોર્પોરેટરશ્રીઓ વિવિધ મોરચા પ્રમુખ મહામંત્રી વગેરે કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે મિડીયા સંકલન કેતન નાઠા, પિયુષ ગઢવી તથા યશ ચુડાસમા એ કર્યું હતું તેમ મિડિયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા સંજય પંડ્યા તથા જીતું ઠકરાર ની યાદી જણાવે છે.
માતાજીના દર્શન કર્યા
જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર ત્રીજી ડ્રમ માટે રાજેશભાઈ ચુડાસમાએ આજરોજ ચૈત્રી નવરાત્રીના હવનાષ્ટમી ના પાવન દિવસે આજે પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ રજૂ કરી અને સીધા જ માતાજીના આશીર્વાદ લેવા ગિરનાર ઉપર અંબાજી મંદિર આવી પહોંચ્યા હતા અને માતાજીની સન્મુખ માતાજીના દર્શન કર્યા હતા મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ વતી પૂજારી શ્રી તુષારભાઈ અને પીન્ટુભાઇ એ રાજેશભાઈ ને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે અર્પણ કરી વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા એમની સાથે લોકલાડીડા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા યોગીભાઈ પઢીયાર વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
ડમી ઉમેદવાર તરીકે સ્વ. જીતુભાઇ હીરપરાના ધર્મપત્ની ભાવનાબેન હિરપરાએ ફોર્મ ભર્યુ
જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ભર્યું હતું ત્યારે તેના ડમી ઉમેદવાર તરીકે જનસંધના પાયાના કાર્યકર અને પૂર્વ મેયર તથા મહાનગર અધ્યક્ષ સ્વ. જીતુભાઈ હિરપરાના ધર્મપત્ની અને જુનાગઢ કોર્પોરેશનના કોર્પોરેટર ભાવનાબેન હીરપરાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને જૂનાગઢ બેઠક જંગી બહુમતીથી ભાજ૫ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
