News of Thursday, 18th April 2024
કુતિયાણાની સુદામા ડેરીના ૬૦ કર્મચારીઓ દ્વારા અવશ્ય મતદાન કરવાના શપથ
પોરબંદર,તા. ૧૮: કુતિયાણાની સુદામા ડેરીના ૬૦ કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા.

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૭ મેના યોજાનાર છે. જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગળતિના કાર્યક્રમમાં સંસ્થાઓ અને ઉદ્યોગોમાં યોજવામાં આવી રહ્યા છે. ઉદ્યોગમાં કામ કરતા એક પણ કામદાર મતદાન કરવાથી વંચિત ન રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રેરિત મતદાર જાગળતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાઅધિકારીના સૌજન્યથી મતદાર જાગળતિના કાર્યક્રમોનું આયોજન કરાય છે. કુતિયાણાની સુદામા ડેરીમાં મતદાર જાગળતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુદામા ડેરીના પેકિંગ પ્લાનમાં કામ કરતા ૬૦ જેટલા યુવા કર્મચારી ફર્સ્ટ ટાઈમ વોટરએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા.
માધવપુરના મેળામાં ૯૦ તબીબ, ૧૮૦ નસિર્ંંગ સ્ટાફ સહિત ૫૦૦ હેલ્થ સ્ટાફ ખડે પગે સેવા આપશે. તે તસ્વીર.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
