<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th April 2024

રાજરાજેશ્વરી માં આશાપુરા મઢ ખાતે ૩૫ મો ચૈત્રી મહાયજ્ઞોત્‍સવ યોજાયો

ગિરનાર સિદ્ધ તપોભૂમિમાં પોૈરાણિક કાળથી બિરાજતા

જુનાગઢ તા.૧૮: ગિરનાર સિદ્ધ તપોભુમિ ક્ષેત્રમાં આવેલ પોૈરાણિક આશાપુરા મઢ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિ-દિવસીય ૩૫ માં મહાયજ્ઞોત્‍સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ હતું.

ભવનાથ તળેટી વિસ્‍તારમાં બિરાજતા રાજરાજેશ્વરી આશાપુરા માતાજી, હિંગળાજ મંદિર તથા મોમાઇ માતાજીના ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉત્‍સવમાં કાલંભડી ગામના પૃથ્‍વીરાજસિંહ ચંપકસિંહ જાડેજા પરિવારના યજમાન પદે ગત તા.૧૪ થી ચેૈત્ર સુદ- આઠમ તા.૧૬ સુધી યોજાયેલ આ ધર્મોત્‍સવમાં અતુલ પુરોહિત અને હર્ષદ પુરોહિતે આચાર્યપદે હેમાદ્રિ ગણપતિ પુજ, ગ્રહશાંતી હવન, ચંડીપાઠનો હવન તેમજ બિડુ હોમવા સહિતના અનુષ્‍ઠાનો યોજાયા હતાં. આ પ્રસંગે સમગ્ર રાજપુત પરિવાર તથા માતાના ગોઠી પરિવારના સર્વે સભ્‍યો ઉમંગભેર ઉપસ્‍થિત રહયા હતાં અને મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી.

(4:35 PM IST)