<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th April 2024

જાણો મોરબી કચ્છ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે કેટલી છે મિલકત?

ઘર, કાર, સોનાના દાગીના, બચત, રોકડ રકમ, ખેતી, ધંધા સહિતની માહિતી જાહેર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : લોકસભા બેઠક ઉપર ચુંટણી જંગ લડતા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા વકીલ છે. તેમની જાહેર કરેલ સંપત્તિમાં દોઢ કરોડનું ઘર, એક કરોડના દાગીના, ફોર્ચ્યુનર કાર ઉપરાંત ૪૫ લાખનું માઈનિંગ અને અન્ય વ્યવસાયમાં રોકાણ, ૮૮.૪૫ લાખની માઈનિંગની જમીન, પોસ્ટમાં પતિ પત્નીના નામે ૨૬.૬૦ લાખની બચત, બેંક ખાતામાં સયુંકત ૧૩.૮૦ લાખ ઉપરાંત હાથ ઉપર ૪૦ હજાર રોકડ છે. ખેતી  સાથે વ્યવસાય એમ બન્નેમાં તેમની આવક છે સામે પિતા અને ભાઈ પાસેથી ૧.૫૬ લાખની લોન લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ ૧૨ મુ પાસ છે અને પોતાનો વ્યવસાય કરે છે. તેમની સંપત્તિમાં ૭ લાખના દાગીના, હાથ ઉપર ૧.૫૦ લાખ રોકડા બેંકમાં ૬૦ લાખ રૂ, પતિ પત્નીની સયુંકત બચત પોસ્ટમાં ૭ લાખ, ૪૦ હજાર રોકડા છે. ખેતીની જમીનની કિંમત ૧૭.૫૦ લાખ છે. કોંગ્રેસના ઉમેદવાર પાસે પોતાની કાર નથી, ઘર નથી.

(4:36 PM IST)