News of Thursday, 18th April 2024
રામ સવારીને જિલ્લા પોલીસવડા સહિતના વિશાળ પોલીસ કાફલાએ લોખંડી સુરક્ષા કવચ પૂરું પાર્ડ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ :.. જામનગરમાં યોજાયેલી રામ સવારીમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની મોટી ટીમ દ્વારા લોખંડી અને સજ્જડ પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.
બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ ત્યારથી પંચેશ્વર ટાવર સુધીના તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં જામનગરના દરબારગઢ વિસ્તારથી લઈને અનેક વિસ્તારોમાં ખુદ જિલ્લા પોલીસવડા ઙ્કેમસુખ ડેલુ જાતે જ શોભાયાત્રામાં જોડાયા હતા. જેઓની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલિસ ઇન્સ્પેક્ટર, એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર, અન્ય સ્ટાફ, શહેરના તમામ ડિવિઝનના પીએસઆઇ તથા અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોસ્ટેબલ સહિતના કર્મચારીઓની મોટી ટીમ શોભાયાત્રા ના સમગ્ર રૂટ પર ખડે પગે રહી હતી, અને શોભાયાત્રામાં સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
મહિલા પોલીસ કર્મચારી પણ મોટી ટીમ સાથે રહી હતી, જ્યારે ટ્રાફિક શાખાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો, જેના કારણે શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
