<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

પરીક્ષા દઇ ઘેર આવેલા ૧૩ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : ભુજના માધાપર ગામે મતિયા કોલોનીમાં રહેતાં નૈતિક દિનેશભાઈ મહેશ્વરીનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં અરેરાટી છવાઈ ગઈ છે.

સ્‍કૂલમાં પરીક્ષા આપી ઘેર આવેલા નૈતિકને છાતીમાં મૂંઝારો થતાં ઢળી પડ્‍યો હતો. તેને પરિવારજનો તાત્‍કાલિક જી.કે. જનરલ હોસ્‍પિટલમાં લઈ ગયા હતા પણ તે પહેલાં જ હૃદયરોગથી તેનું મૃત્‍યુ થઈ ચૂક્‍યું હતું.

 

(1:40 PM IST)