<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

મહારેલી -પૂજન આરતી - સમૂહ મહાપ્રસાદ - કસુંબલ લોકડાયરો : મોટી પાનેલીમાં મંગળવારે પૂ.સંતશ્રી વેલનાથબાપુની જયંતિ નિમિતે ભવ્‍ય મહોત્‍સવ

સંતો મહંતો સાથે સામાજિક રાજકીય આગેવાનો ની ઉપસ્‍થિતી

 

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : તા.રર :ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આગામી મંગળવાર ના રોજ દિવ્‍ય મહોત્‍સવ નું આયોજન સમસ્‍ત કોળી સમાજ મોટી પાનેલી દ્વારા થવા જઈ રહ્યું છે આગામી તારીખ ત્રેવીસ ના રોજ પૂજ્‍ય સંત શ્રી વેલનાથ બાપુની જયંતિ નિમિતે પાનેલીના આંગણે રૂડો અવસરનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ગામના તળાવ રોડ પર બની રહેલા નવનિર્માણ મંદિર ના પટાંગણ માં ભવ્‍ય લોકડાયરાનું આયોજન સાથે સમસ્‍ત કોળી સમાજ દ્વારા મહારેલી કે જેમાં હજારોની સંખ્‍યામાં લોકો જોડાઈ ને ગામની મુખ્‍ય બજારોમાં ફળી ડીજે ના તાલે માતાઓ બહેનો ના રાસ ગરબા સાથે ફટાકડાની ધૂમ મચાવી પૂજ્‍ય સંત શ્રી વેલનાથ બાપુના મન્‍દિરે પહોંચી પૂજ્‍ય સંત શ્રી વેલનાથ બાપુની મહા આરતી પૂજન કરીને સામુહિક પ્રસાદ નું આયોજનમાં હજારોની સંખ્‍યામાં લોકો સમૂહ પ્રસાદ નું આચમન કરી રાત્રિ ના ભવ્‍ય કસુંબલ લોકડાયરા માં ભજન સાહિત્‍ય નું રસપાન કરશે લોકડાયરામા સૌરાષ્‍ટ્ર ના નામાંકિત કલાકારો દિલીપભાઈ ગોસ્‍વામી, કિંજલ મકવાણા, વાલાભાઇ ગઢવી પધારી સંતવાણી પીરસશે સાથેજ ગામો ગામથી કોળી સમાજના આગેવાની પધારશે જેમાં ગુજરાત રાજ્‍ય શિવાજી સેના ના અઘ્‍યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી, ગુજરાત ચુવાળિયા કોળી સમાજના પ્રમુખશ્રી ધર્મેશભાઈ જીંજુવાડિયા,જય વેલનાથ યુવા મોરચાના અધ્‍યક્ષશ્રી દેવભાઈ કારડીયા સાથે પૂજ્‍ય સંતશ્રી રણછોડદાસ બાપુ, મહંતશ્રી સાંઈનાથ બાપુ, મહંતશ્રી રવજીપુરી બાપુ, મહંતશ્રી વાલજી ભગત, સંતશ્રી મુળદાસ બાપુ રામમઢી સુરત પધારી ભૂમિને પાવન કરશે સાથેજ માનનીય કેન્‍દ્રીય મિનિસ્‍ટર માંડવીયા, સંસદ શ્રી ધડુક, ધારાસભ્‍ય શ્રી પાડલીયા, કેબિનેટ મિનિસ્‍ટર શ્રી કુંવરજીભાઈ,ધારાસભ્‍ય શ્રી રાદડિયા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી લલિતભાઈ, ધારાસભ્‍ય શ્રી હરદાસભાઈ, તા.પં.પ્રમુખશ્રી હુંબલ, પૂર્વ પ્રમુખશ્રી ચંદ્રવાડીયા, સરપંચ શ્રી ચંદુભાઈ જાદવ વિગેરે સામાજિક રાજકીય અગ્રણીઓ પધારશે સાથેજ ગામો ગામના કોળી સમાજના આગેવાનો સામાજિક સંસ્‍થાઓ ના કાર્યકરો જોડાઈ ને સેવામા સહયોગી બનશે આ તકે તમામ ભાઈઓ માતાઓ બહેનો યુવાનો ને કાર્યક્રમ માં પધારવા સમસ્‍ત મોટી પાનેલી કોળી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવા જણાવેલ છે.

 

(1:41 PM IST)