<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

ત્‍યજી દેવાયેલ નવજાત શિશૂને કૂતરાએ ફાડી ખાધુઃ ભાણવડના ટીંબડી ગામની ઘટનાઃ ભાટીયામાં હથિયાર સાથે સૈનિક ઝબ્‍બે

 

જામ ખંભાળિયા,તા. ૨૨: ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડયું હોવા અંગેની જાણ સ્‍થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્‍ટાફે આ સ્‍થળે દોડી જઈ અને પરિસ્‍થિતિ જાણી હતી.

અહીં પડેલા નવજાત બાળક (ષાી)ને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્‍થાનિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્‍યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મળત્‍યુ પામેલું જાહેર કર્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. ૩૫) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્‍મેલી મળત બાળકીનો જન્‍મ છુપાવવા માટે તેને ત્‍યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ ૩૧૮ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

કલ્‍યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામના રહીશ નરેન્‍દ્રભાઈ રામદેભાઈ કરંગીયા નામના ૫૨ વર્ષના આહીર આધેડ અગાઉ તેમની જમ્‍મુ કાશ્‍મીર ખાતેની આર્મીમાં ફરજ પર હતા, તે દરમિયાન બારા મુલ્લાથી બારબોર ડબલ બેરલનું હથિયાર ખરીદ કર્યા બાદ તેઓ ૨૪-૨-૨૦૦૭ થી નિવળત્ત થયા પછી પણ ભાટિયા ખાતે પોતાના રહેણાંક મકાનમાં રાખીને આ હથિયાર અંગે સંબંધીત કચેરીને કોઈપણ જાણ કરી ન હતી.

આથી રૂપિયા ૩૨ હજારની કિંમતનું ડબલ બેરલ હથિયાર રાખી, અને તેની શરતો નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ કલ્‍યાણપુરના પી.એસ.આઈ. કે.પી. ઝાલાની ફરિયાદ પરથી નરેન્‍દ્રભાઈ કરંગીયા સામે આર્મ્‍સ એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ભાણવડમાં યુવાનને મારી

નાખવાની ધમકી

ભાણવડના શીતલ પાર્ક વિસ્‍તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના ૪૭ વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સ્‍થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્‍યો         છે.     .

મોરઝરના વળદ્ધ ઉપર લાકડીથી હુમલો

મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નામના ૬૦ વર્ષના વળદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્‍કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્‍સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ઓખા મંડળની પરિણીતાઓને ત્રાસ

ઓખાના ગાંધી નગરી વિસ્‍તારમાં રહેતી કુલસુમબેન જાકુબભાઈ થૈયમ નામની ૩૦ વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જાકુબ જીકરભાઈ થૈયમ, રોશનબેન જીકરભાઈ, નસીમબેન ઈમરાનભાઈ, નસીમબેન મજીદભાઈ, ઈમરાન જીકરભાઈ અને મજીદ જીકરભાઈ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્‍સ ગાળો કાઢવા સબબ સ્‍થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

અન્‍ય એક ફરિયાદ ઓખાના ગાંધી નગરી વિસ્‍તારમાં હાલ રહેતી અને પબાભાઈ પેથાભાઈ વારસાકીયાની ૩૭ વર્ષની પરિણીત પુત્રી તેજલબેન દેવશીભાઈ ચાનપાએ દ્વારકામાં રહેતા તેણીના પતિ દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા તેમજ ભીમાભાઈ ચનાભાઈ ચાનપા સામે નોંધાવી છે. બંને સાસરિયાંઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને  જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઓખા મરીન પોલીસે આ બંને સામેસ્ત્રી અત્‍યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્‍તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના ૪૦ વર્ષના શખ્‍સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્‍સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્‍ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

 

(1:42 PM IST)