News of Monday, 22nd April 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ૫૫૫ કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન
શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધર્મોત્સવ યોજાયો

રાજકોટ તા.૨૨ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મોત્સવ અંતર્ગતᅠ સોમવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારᅠ તથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ૫૫૫ કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતુ.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાની પ્રજાના કષ્ટોને નિરંતર દૂર કરે છે, જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાષાોમાં પારંગત છે, જેઓ વેદોના રહસ્યો જાણે છે, ત્યાર બાદ શાષાો, પુરાણો, ઉપનિષદો અને ગાન કરીને પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને પણ સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે વિવિધ સંગીતનાં સાધનો વડે શાષાીય સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને ખુશ કરે છે.વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
૫૫૫ કિલોથી વધુ ગુલાબ વિગેરે ફુલોની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના પુષ્પવર્ષા પણ જોવાલાયક બની જાય છે.સાંજેᅠ રાજોપચાર પૂજન અંતર્ગત શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથીᅠ શોભાયાત્રા નાસિકᅠ ઢોલનીᅠ સાથે વાજતે-ગાજતે મંદિરમાં પહોચી હતી.
ત્યારબાદᅠ શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન દક્ષિણ ભારતના વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાંᅠ આવ્યું હતું. દાદાનેᅠ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ અનેᅠ વાંસળી,સિતાર.ઢોલ,તબલા વિગેરે સંગીતમય વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વતાવરણ રમણીય બની ગયું હતું.ᅠ
પૂજન -અર્ચન-અભિષેક ૫૫૫ કિલોથી વધુ ગુલાબ વિગેરે ફુલોની પાંખડીઓની પુષ્પવર્ષા કર્યા બાદ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા સાંજે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનશ્રીને રૂડા આશીર્વાદ આપ્યા હતા.ᅠ દાદાના ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
