News of Monday, 22nd April 2024
જૂનાગઢમાં ૬૪ વર્ષના વૃદ્ધનું શારીરીક શોષણ : ૩૧ લાખ પડાવ્યા

વૃદ્ધને બ્લેકમેઈલ કરી કટકે - કટકે લાખો પડાવ્યાઃ ડેમમાં પડી જવાની ધમકી દઈ વધુ નાણા માંગતો હતો : પોલીસે ગુનો નોંધી દેવ બુદ્ધદેવને દબોચ્યો : ત્રણ વર્ષ પહેલા ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ યુવાને જાળમાં ફસાવ્યા હતા
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢમાં એક વળદ્ધ સાથે સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચરી અને બ્લેકમેઇલ કરી ૩૧ લાખ પડાવી લઇ ડેમમાં પડી જવાની ધમકી આપી વધુ ૩૦ લાખ માંગનાર આરોપી યુવાનની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષના વળદ્ધ અને દેવ જીગ્નેશભાઈ બુધ્ધદેવ નામનો યુવાન ૩ વર્ષ અગાઉ ફેસબુક પર સંપર્કમાં આવ્યા હતા. બંને અવારનવાર મળતા હતા.
આ દરમિયાન ૨૨ વર્ષના યુવાને વળદ્ધના ઘરે તેના પર સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચરી મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી લઈ વાયરલ કરી દેવાની ધમકી આપી ત્રણ વર્ષ દરમિયાન વળદ્ધને ધમકી આપી તેની પાસેથી રૂપિયા ૧-૧ લાખનાં એસબીઆઇ બેન્કના ૨ ચેકથી રૂપિયા ૨ લાખ અને રૂપિયા ૨૯ લાખ રોકડ મળી કુલ રૂપિયા ૩૧ લાખ યુવકે પડાવી લીધા હતા.
આટલી રકમ મળી જતા વધુ રૂપિયા ૩૦ લાખની માગણી કરી પૈસા ન આપે તો વિડીયો વાયરલ કરવા અને પોતે વળદ્ધના નામની સુસાઇડ નોટ લખી વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી લેવાની ધમકી આપતો હતો.
આખરે હિંમત કરી સિનિયર સિટીઝને ૨૦ એપ્રિલની રાત્રે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દેવ બુદ્ધદેવ વિરૂદ્ધ કલમ ૩૭૭, ૩૮૬, ૩૮૯ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવને ગંભીરતાને ધ્યાને લઈ એસપી હર્ષદ મહેતાએ તાત્કાલિક તપાસનો આદેશ કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાનાં માર્ગદર્શનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
