<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમી યથાવત

 

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીનો માહોલ બરકરાર છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

જુનાગઢ  જુનાગઢમાં તાપમાનનો પારો સ્‍થિર, ગરમી ઘટતા લોકોમાં રાહત અનુભવી હતી.

જુનાગઢ શહેર તેમજ સોરઠ પ્રદેશમાં સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના પરિણામે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૩.૭ ડીગ્રી નોંધાયું હતું. આમ ગરમીમાં રાહત મળવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા અને જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૪ કિલો મીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩.પ, મહત્તમ તાપમાન ૩૪.ર, ભેજનું પ્રમાણ ૭૮ ટકા, પવનની ગતિ ૧૦.૭  કિ. મી. રહી હતી.

 

(1:51 PM IST)