તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
આજે ભુપેન્દ્રભાઈ પટેલની કચ્છમાં જાહેરસભા
નખત્રાણા મધ્યે મોરબી કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરી જાહેરસભાને સંબોધન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨: મોરબી કચ્છ બેઠક માટે લોકસભાનો ચુંટણી પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે. સવારે નખત્રાણા મધ્યે ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરી જાહેરસભાને સંબોધન કરશે.
વિનોદ ચાવડા સતત ત્રીજી વાર ચુંટણી લડી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯ માં વિજેતા બન્યા બાદ હવે તેઓ ત્રીજી વાર મોરબી કચ્છની લોકસભા બેઠક જીતી હેટટ્રીક કરે એવા સંજોગો છે
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
