<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

કાલે સતાધારમાં ૧૫૧ ઇંચના શિવલીંગના દર્શન ભાવિકો કરી શકશે

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા.૨૨: સતાધાર ધામ ખાતે આપા ગીગા રામેશ્‍વર જનરલ હોસિપટલના લાભાર્થે ચૈત્ર સુદ પુનમ ને હનુમાન જંયતીના પાવન પર્વે રૂદ્રાક્ષ દ્વારા સોૈ પ્રથમ વર ૧૫૧ ઇંચની ઉંચાઇ ધરાવતું શિવલીંગ તૈયર કરવામાં આવ્‍યું છે. જે દર્શનાથી લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

આ ઉપરાંત સતાધાર ધામ ખાતે શ્રી રામેશ્વર જનરલ હોસ્‍પીટલ પણ ટુંક સમયમાંજ ખુલ્લી મુકવામાં આવશે અને આ હોસ્‍પિટલનાં લાભાર્થે હનુમાન જયંતી ના પાવન પર્વે ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમના આયોજમ હર્ષદભાઇ મયુરભાઇ હડીયા- સુખસાગર મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ.

હનુમાન જયંતીના પાવન અવસરે સતાધાર ધામ દ્વારા વિવિધ કાર્યક્રમો તા.૨૨/૨૩/૨૪-૪-૨૪ સુધી યોજવામાં આવ્‍યા છે. તા.૨૨/૪/૨૨ ને સોમવારના રોજ સવારે ૯ કલાકે રૂદ્રાક્ષ મહા શિવલીંગ પુજા આરતી- થાળ તેમજ બપોરે મહાપ્રસાદ, ૧૦ કલાકે બારપોરો પાટ આરતી અને પોરબંદર થી જીવાભગત થી જીવાભગત તેમજ સંતો ભકતો દ્વારા રામધુન, ત્‍યારપછી તા.૨૩ ને મંગળવાર ના રોજ સવારે ૮ કલાકે ૧૧ કુંડી યજ્ઞ તેમજ બપોરે મહાપ્રસાદ, સાંજે ૪ કલાકે આરતી અને મહા પ્રસાદ અને રાત્રે ૯ કલાકે ભજન સંતવાણી ના કલાકાર નાજાભાઇ આહીર, દેવલબેન ભરવાડ, માનસીંગ ગોહિલ દ્વારા રજુ કરવામાં આવશે. અને તા.૨૪ ને બુધવારે વહેલી સવારે બારપોરો પાટ ની જયોત વળશે. સાંજે પ કલાકે રૂદ્વાક્ષ મહા શિવલીંગ આરતી અને શિવલીંગ વિર્સજન થશે. જેમાં ૧૧ કુંડી મહા રૂદ્રયજ્ઞ, સંત સંમેલન તેમજ સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમો નો લાભ લેવા સતાધાર ધામ આપાગીગા રામેશ્‍વર ગોૈ.સેવા ટ્રસ્‍ટના મહંત ગોવિંદબાપુએ જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે

 

 


 

 

(1:46 PM IST)