<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

ગોંડલમાં છોકરાઓની તકરારમાં રાકેશ સોલંકીને અશોકે પેટમાં છરી ભોંકી દીધી

રાજકોટ તા. ૨૨: ગોંડલમાં સરકારી હોસ્‍પિટલ સામે મફતીયાપરામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં રાકેશ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૨) પર પડોશી અશોકે છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ  હાલતમાં ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવશેભાઇ મકવાણાએ ગોંડલ પોલીસને કરી હતી. રાકેશ બે ભાઇ અને ચાર બહેનના નાનો અને કુંવારો છે. તેના બહેન મીનાબેનના છોકરા સાથે પડોશી અશોકનો છોકરો માથાકુટ કરતો હોઇ આ બાબતે સમજાવવા જતાં અશોકે ઉશ્‍કેરાઇ જઇ છરી ઝીંકી દીધાનું જણાવાયું હતું. ગોંડલ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

 

(1:46 PM IST)