News of Monday, 22nd April 2024
કાલે જય શ્રી રામ...ના નાદ સાથે ગોંડલમાં નિકળશે શોભાયાત્રા
હનુમાન જયંતિ નિમિતે વિહીપ અને બજરંગ મિત્ર મંડળ દ્વારા સતત ૧પમાં વર્ષે આયોજન : સંતો-મહંતોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન, ૧૦થી વધુ ફલોટ મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટઃ આવતીકાલે ગોંડલમાં સતત ૧૫ વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા ના રુટ પર વિવિધ સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણા થી સ્વાગત કરાશે, ૧૨૦૦ જેટલા મોટર સાયકલ કાર- ડી.જે. - ઢોલ નગારા સંગ વિશાળ શોભાયાત્રા નિકળશે. ૪ હજાર થી વધુ લોકો એકસાથે મહાપ્રસાદ લેશે.
ગોંડલમાં હનુમાન જયંતિ પ્રસંગે સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ફ્લોટ્સ અને બાઈક રેલી ની મોટી સંખ્યા માં શોભાયાત્રા સવારના ૮ કલાકે શહેરના ગુંદલારોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, આંબેડકર ચોકથી ત્રિકોશી હનુમાન મંદિર ખાતે પૂર્ણ થશે, જ્યાં બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી અને સમૂહ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ તકે ગોંડલ રામજી મંદિર ના મહંતશ્રી જયરામદાસ બાપુ, ચંદુબાપુ (મામાદેવ મંદિર ગોંડલ), સીતારામ બાપુ (વડવાળાની જગ્યા ગોંડલ), રાજુબાપુ (તરકોશી હનુમાનજી મંદિર ગોંડલ), ડો. રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્વરી મંદિર ગોંડલ), અતુલ બાપુ (નળસિંંહ મંદિર ગોંડલ), સરજુ સ્વામી (સ્વામીનારાયણ મંદિર નાની બજાર ગોંડલ), ચંદુબાપુ (અન્નક્ષેત્ર વાળા ગોંડલ), શ્રી હરિ સ્વામી(કષ્ટભંજન મંદિર ભોજપરા હાઇવે), ચંદુભાઈ પટેલ (ગાયત્રી પરિવાર ગોંડલ), શામળદાસજી બાપુ (દાસીજીવણ સાહેબ ગોંડલ), રામદાસ બાપુ (લાલદાસબાપૂ અન્નક્ષેત્ર ગોંડલ), રમેશાનંદગીરી બાપુ ખેતરવાળા મેલડી માતાજી ગોંડલ) તથા બાલકદાસ બાપુ (ભુવાબાવા ચોરો ગોંડલ) વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે મનસુખભાઈ માંડલીયા (કેન્દ્રીય મંત્રી ), રમેશભાઈ ધડુક (સાંસદ, પોરબંદર), ગીતાબા જાડેજા(ધારાસભ્ય ગોંડલ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), જ્યોતીરાદિત્યસિંહ જાડેજા (અગ્રણી ૭૩ વિધાનસભા) ભુપતભાઈ ડાભી (સ્થાપક, માંધાતા ગ્રુપ), મનીષભાઈ ચનીયાર (પ્રમુખ ગોંડલ નગરપાલિકા) ગોપાલભાઈ ભુવા(ચેરમેન, એશિયાટીક કોલેજ અલ્પેશભાઈ ઢોલરીયા(ચેરમેન એપીએમસી), લક્ષમણભાઈ પટેલ (અગ્રણી ઉધોગપતી-ગોંડલ), અશોકભાઈ પીપળીયા (ચેરમેન નાગરિક બેંક), ગિરધરભાઈ રૈયાણી (રાજ ઇન્ડસ્ટ્રી-ગોંડલ), પ્રફુલભાઈ ટોલીયા (ડિરેક્ટર, એપિએમસી), રસિકભાઈ મારકણા(પ્રમુખ લેઉઆ પટેલ સમાજ), ગોપાલભાઈ ટોળીયા (પ્રમુખ, હિંદુ ઉત્સવ સમિતિ), મનસુખભાઈ ગજેરા (વિજય મમરા ગોંડલ), ધર્મેન્દ્રસિંહ જાડેજા વા.ચેરમેન એપીએમસી, જયદિપસિંહ જાડેજા ભાજપ અગ્રણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા માટે વિશ્વહિંદુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો ધર્મેન્દ્રભાઈ રાજાણી જિલ્લા અધ્યક્ષ વીએચપી, હિરેનભાઈ ડાભી (જિલ્લા અધ્યક્ષ, બજરંગ દળ પ્રતીકભાઈ રાઠોડ, મુકેશભાઈ ભાલાળા, યોગેન્દ્રભાઈ જોશી, વૈશાલીબેન નિર્મલ, સાગરભાઈ કાચા, ડો.નિર્મણસિંહ ઝાલા, મહેશભાઈ ગોહેલ, ભુપતભાઈ ચાવડા, હિતેષભાઈ શીંગાળા, જીતુભાઈ આચાર્ય, ગોપાલભાઈ ભુવા, પીન્ટુભાઈ ભોજાણી, હરેશભાઈ સોજીત્રા તેથા અનિલભાઈ ગજેરા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં હિરેનભાઈ ડાભી (મો.૯૯૦૯૯ ૮૭૦૭૦) , ધર્મેન્દ્રભાઈ રાજાણી, મહેશભાઈ ગોહેલ, વિનોદભાઈ નાગાણી, હિતેશભાઈ શિંગાળા, સાગરભાઇ કાચા, મુકેશભાઈ ભાલાળા, મૌલિકભાઈ ચાવડા, રશ્મિનભાઈ અગ્રાવત, વિપુલભાઈ જાદવ, મયુરનાગાણી, પરેશભાઈ ઢોલરીયા, રાજેશભાઈ પરમાર નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
