News of Monday, 22nd April 2024
પોરબંદર બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ ૧૭૦૦ લીટર આથો ઝડપાયો

પોરબંદર, તા., ૨૨: બરડા ડુંગરમાં ઉપલા માલકનેશ નજીક દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર પોરબંદર એલસીબીએ દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૭૦૦ કિ. રૂા. ૩૪૦૦ તથા ભઠ્ઠીના સાધનો સહીત કુલ ૧૧૯૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો.
એલસીબી ઇન્ચાર્જ પો. ઇન્સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં એએસઆઇ બટુકભાઇ વિંઝુડા તથા એચસી હીમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરાને બાતમી આધારે બરડા ડુંગર ઉપલા માલકનેશથી દક્ષીણે ડુંગરની ઉપર પથરની આડમાં રાણના ઝાડ નીચેથી આરોપી ભરત રૂડાભાઇ ગુરગુટીયા રહે. કાટવાણા ગામની સીમ ડો. ગોઢાણીયાના બગીચા સામે તા.જી. પોરબંદરવાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૭૦૦ કિ. રૂા. ૩૪૦૦ તથા આથાની વાસવાળા ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૬ કી. રૂા. ૨૪૦૦ તથા આથાની વાસવાળો ૫૦૦ લીટરનો પ્લાસ્ટીકનો ટાંકો નંગ-૧ કિ. રૂા. ૧૦૦૦ તથા પ્લાસ્ટીકના ર૦૦ લીટરના ખાલી બેરલ નંગ-૪ કિ. રૂા. ૧૬૦૦ તથા પ્લાસ્ટીકના પ૦ લીટરના ખાલી કેરબા નંગ-૯ કિ. રૂા. ૯૦૦ તથા પતરાના ર૦૦ લીટરના બોઇલર બેરલ નંગ-ર કિ. રૂા.૮૦૦ તથા પતરાના ર૦૦ લીટરના ફીલ્ટર બેરલ નંગ-ર કિ. રૂા. ૮૦૦ તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-ર કિ. રૂા. ૧૦૦૦ મળી કુલ રૂા. ૧૧,૯૦૦નો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે.
બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડાની કામગીરીમાં પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે.કાંબરીયા, એએઅસઆઇ બટુકભાઇ, વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, એચસીી ઉદયભાઇ વરૂ, ઉપેન્દ્રસિંંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, ડ્રા. પીસી ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલા હતા
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
