<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

પોરબંદર સાંદીપનિ હરિ મંદિરે પૂ. ભાઇશ્રીના સાનિધ્‍યમાં હનુમાન જયંતીએ વિવિધ કાર્યક્રમો

હરિ મંદિરના પાંચ શિખરો ઉપર નૂતન ધ્‍વજારોહણઃ મંગળા આરતીઃ પૂજન સુંદરકાંડ અને હનુમાન ચાલીસાઃ મોદક પ્રસાદ

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રરઃ સાંદીપનિ નિકેતન હરિ મંદિરે પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં આવતીકાલે હનુમાન જયંતીએ હરિ મંદિરના પાંચેય શીખરો ઉપર નૂતન ધ્‍વજા રોહણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સાંદિપની નિકેતન હરિ મંદિરે પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં આવતીકાલે હનુમાન જયંતિએ હરિ મંદિરના પાંચ શિખરો ઉપર નૂતન ધ્‍વજારોહણ, પુજન હનુમાન ચાલીસા પાઠ તથા સુંદર કાંડ રાખેલ છે. હનુમાન જયંતીએ દર્શન કરવા આવનારા ભાવિકોને મોદક પ્રસાદનું વિતરણ કરાશે

 

(1:48 PM IST)