<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

ઉના પાસે અકસ્‍માત સમયે કે.સી. રાઠોડની માનવતાઃ ઇજાગ્રસ્‍તને સમયસર અપાવી સારવાર

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૨: નજીકના હાઇવે ઉપર તાડનું ઝાડ ધરાશાયી થયું ત્‍યારે એક બાઇક સવારને ગંભીર ઇજા થતાં તે સમયે ત્‍યાંથી પસાર થતાં ધારાસભ્‍ય કે.સી. રાઠોડે કાર ઉભી રાખીને કારમાં યુવાનને બેસાડી સમયસર હોસ્‍પિટલે સારવાર અપાવી હતી અને પરત ઘેર પહોંચાડીને યુવાનનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

રેવદ ગામે ધાર્મિક કાર્યક્રમ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ધારાસભ્‍ય કે.સી. રાઠોડ હાજરી આપવા ગયેલ હતા. ત્‍યાંથી ધારાસભ્‍ય કે.સી. રાઠોડ પોતાની કારમાં પરત ઉના આવી રહ્યા હતા. એ દરમ્‍યાન ઉના નજીક વેરાવળ હાઇવે પર એક તાડનું ઝાડ ધરાશાય થયેલ એ દરમ્‍યાન ત્‍યાંથી પસાર થતો બાઇક ચાલક સચિન દિનેશભાઇ બાંભણીયા રહે.વરસિંગપુર વાળાનું અકસ્‍માતમાં ગંભીર ઇજા પહોંચેલ હાલતમાં જોઇ જતાં તાત્‍કાલિક ધારાસભ્‍ય કે.સી. રાઠોડ એ પોતાની કાર રોકાવી અને ઇજાગ્રસ્‍ત યુવાનને કારમાં બેસાડી તાત્‍કાલિક સરકારી હોસ્‍પિટલે સારવાર અર્થે પહોંચાડવામાં આવ્‍યા હતા. અને હોસ્‍પિટલમાં હાજર તબીબ પાસે યુવાનને સારવાર કરાવ્‍યા બાદમાં ધારાસભ્‍ય કે.સી. રાઠોડે પોતાની કારમાં બેસાડી યુવાનને તેના ઘરે વરસીંગપુર ગામે પહોંચાડતા યુવાનના પરીવારજનો ધારાસભ્‍ય કે.સી. રાઠોડનો આભાર વ્‍યાકત કરી બિરદાવ્‍યા હતા. ધારાસભ્‍ય સેવાની સાથે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું

 

(1:51 PM IST)