તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
પોરબંદરમાં ૪.૮૦ લાખનો બાયોડીઝલ જથ્થો ઝડપાયો
ગેરકાયદે બાયોડીઝલની હેરફેરમાં વપરાયેલ ટેન્કર સહિત કુલ ૪૩,૮૦ લાખનો મુદામાલ જપ્તઃ બાયોડીઝલ જથ્થો મોકલનાર સામખીયાણીના અશ્વીન તથા પોરબંદરના જીતેન્દ્ર માધવજી સામે ગુન્હો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: લકડી બંદરમાં ૮ હજાર લીટર ગેરકાયદે બાયોડીઝલ કિ. રૂા. ૪,૮૦,૦૦૦ના જથ્થો સાથેનું ટેન્કર પોલીસે પકડી પાડયું છે.
આ ગેરકાયદે બાયોડીઝલ જથ્થા અંગે એસટી રોડ પાસે રહેતા જીતેન્દ્ર માધવજી બરીદુન અને બાયોડીઝલ મોકલનાર સામખીયાણીના અશ્વીન આહીર સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
લકડી બંદર પુલ પાસે મચ્છીના દંગામાં પરવાના વિનાનો જવલંતશીલ બાયોડીઝલનો જથ્થો ૮ હજાર લીટર કિ. રૂા. ૪,૮૦,૦૦૦ના સાથેનું ટેન્કર (જીજે રપ યુ-૯રરપ) કીર્તીમંદીર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જે.જે.ચૌધરીએ પકડી પાડીને લાયસન્સ વિનાના ૪.૮૦ લાખના બાયોડીઝલ જથ્થા અંગે એસ.ટી. રોડ પાસે રહેતા જીતેન્દ્ર માધવજી બરીદુન તથા આ બાયોડીઝલ જથ્થો મોકલનાર સામખીયાણીના અશ્વીન આહીર સામે ગુન્હો નોંધ્યો છે.
લકડી બંદરમાં ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો અને ટેન્કર સહિત કુલ ૪૩.૮૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. ગેરકાયદે બાયોડીઝલના જથ્થા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
