તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
પોરબંદર લોકસભા-વિધાનસભા વિસ્તારમાં સંપૂર્ણ સુવિધાયુકત મતદાન મથકો
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સુવિધાયુકત મતદાન મથક જાહેર કરાયા છે.

પોરબંદરમાં મદદનીશ ચૂંટણી અધીકારી અને નાયબ કલેકટ૨ દ્વારા સુચના આપી જણાવવામાં આવ્યું છે કે આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તેમજ વિઘાનસભા પેટા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે અન્વયે મતદારોમાં જાગૃતિ ફેલાયા તેવા પ્રયાસો કરાયા છે. ૧૧-સંસદીય મત વિસ્તારના ૮૩-પોરબંદર વિધાન સભા મતવિભાગમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ૮૩-પોરબંદર વિધાનસભા મતવિભાગ માં કુલ ૨૪૮ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ગ્રામ્ય વિસ્તારમાં -૮૮ અને શહેરી વિસ્તારમાં ૧૬૦ મતદાન મથકો આવેલા છે. ૮૩-પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં વિષેશ સુવિધાવાળા મતદાન મથકો જાહે૨ ક૨વામાં આવ્યા છે. જેમાં યુવા મતદાન મથક-૧, મોડેલ મતદાન મથક-૧, પી.ડબ્લ્યુ.ડી.મતદાન મથક-૧ તથા સખી મતદાન મથક-૭ જાહે૨ ક૨વામાં આવ્યા છે. ૮૩-પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં જાહે૨ પાર્કિંગ નજીકના કુલ-૯ મતદાન મથકો આવેલા છે.
ભારત સરકાર ચુંટણીપંચની લોકસભા સામાન્ય ચુંટણી તથા વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૪ અન્વયે મતદારોને માર્ગદર્શન હેતુ મતદાર માહીતી કાપલી આપવામાં આવેલ છે. જેમાં મતદા૨ના મતદાન મથકનો નકશો, બી.ઍલ.અો.નું નામ, સંપર્ક નંબર તથા મતદા૨ની મતદારયાદીમાં તેમની વિગતો તથા ભારત સરકાર ચુંટણીપંચની વેબસાઈટ, ટોલફ્રી નંબરની માહીતી છે. તથા મતદાનની તારીખ અને સમયની તથા મતદાન સમયની સુચના આપવામાં આવેલ છે. ભારત સરકાર ચુંટણીપંચે મતદાન માટે નક્કી કરેલ ૧૨ વૈકલ્પીક દસ્તાવેજ ની યાદી જાહેર કરી છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
