તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
કેશોદના અક્ષયનાથ મંદિરે યોજાતો શરદપૂર્ણિમાં લોકમેળો કોરોના સાથે કાયમી બંધ થઇ ગયો?
૨૫૦ કિલોમીટર દુરથી સ્થળાંતર થયેલા એક મંદિરની કહાની

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૨૪: ગુજરાતના અગ્રણી રચનાત્મક કાર્યકર અને આરઝી હકુમત ના સરસેનાપતિ સ્વ.રતુભાઇ અદાણીએ પોતાની અંગત સુઝ-બુઝ થી અક્ષયગઢમાં શરૂ કરાવેલો શરદોત્સવ-આસોમાસ ૧૩-૧૪-૧૫ ત્રણ દિવસોનો લોકમેળો કોરોના સાથે કાયમી ધોરણે બંધ થઇ ગયેલો છે.
આ લોકમેળો જયાં યોજાયો છે. જેના નામ ઉપર યોજાતો તે મંદિરની વાત સોૈ પ્રથમ જાણી લઇ એતો સ્થાનિક કેશોદથી આશરે ૩ કિલોમીટર દુર આવેલ સોરઠસય નિવારણ સમિતિ સંચાલિત ટી.બી. હોસ્પિટલ સંકુલમાં આવેલ અક્ષયનાથ મહાદેવ મંદિર આજે માત્ર કેશોદની જનતા માટે જ નહી પરંતુ સમગ્ર જુનાગઢ જિલ્લાની જનતા માટે એક આદર્શ ધાર્મિક અને ભરઉનાળે પણ ગમે ત્યારે ઠંડી હવા અને શાંત વાતાવરણના અનુભવ માટે વિસામો લેવા જેવુ સ્થળ બની ગયું હતું.
નિયમીત પુજન અર્ચન વગર અવાવરૂ સ્થિતિમાં અહિંથી લગભગ ૨૫૦ કિલોમીટર દુર આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર ગામે આ મંદિર સ્થાનિક જનતા માટે આ મંદિર તદન બિનઉપયોગી અને ખંઢેર હતુ. પરંતુ ગુજરાતના રચનાત્મક અગ્રણી શ્રી રતુભાઇ અદાણી આ મંદિરની સ્થિતી તેની અને વર્તમાન સંજોગો અને સ્થિતીમાં તેની અગત્યાને બરાબર ઓળખી શકતા હતા. તેઓએ આ મંદિર જયારે ખરીદયુ ત્યારે કોઇ શીલ્પી પાસે એવું જ નવુ મંદિર બનાવ્યુ હોય તો રૂા.૪૦ લાખ થાય તેમ હતા. પરંતુ શ્રી રતુભાઇએ આ મંદિર માત્ર બાર હજાર રૂપિયામાં ખરીદી તેનો એક એક પથ્થર છુટો પાડી તેના ઉપર નંબર આપી જીવની જેમ સાચવી ટ્રક રસ્તે અહિં લાવી ફરી જે તે સ્થિતીમાં ઉભુ કરી દઇ લગભગ અશકય ગણી શકાય તેવુ કાર્ય શકય કરી બતાવી કેશોદ ની જનતા માટે એક અનમોલ નજરાણું ભેટ ધર્યું હતું.
આ વિસ્તારની જનતામાં અક્ષયનાથ મહાદેવ મંદિરના નામે પ્રસિદ્ધ થયેલા આ મંદિરના વિશાળ પટાગણમાં દર વરસે આસો આસો સુદ ૧૩-૧૪-૧૫ ત્રણ દિવસ માટે વિશાળ લોકમેળાનું સંસ્થા તરફથી આયોજન કરવામાં આવતુ. સામાન્ય લોકમેળાથી તદન અલગ ભાત પાડતા અને કોઇપણ જાતની જાહેરાતના માઇકના અભાવે સામાન્ય દિવસો જેવા ત્રણ દિવસે રાત્રિના સમયે અલગ અલગ જાહેર કાર્યક્રમો યોજાતા અને વાહન દ્વારા તો ઠીક પગે ચાલીને પણ સ્થળ ઉપર પહોંચવુ મુશ્કેલ બને તેવી ચિકકાર મેદની એકઠી થતી.
પરંતુ આ વિસ્તારની જનતા માટે સારામાં સારો લોકમેળો માણી શકાય તે એક માત્ર અક્ષયગઢની આ જગ્યા હતી. પરંતુ કમનસીબે કોરોના દરમ્યાન આવા બધા લોકમેળા ઉપર પ્રતિબંધ મુકાયેલો કોરોનાએ વિદયા લેતા અન્ય વિસ્તારના આવા લોકમેળા અગાઉની જેમ ફરી શરૂ થઇ ગયેલા છે. પરંતુ અક્ષયગઢનો આ લોકમેળો શરૂ થયો નથી . આસોમાસ દરમ્યાન આ લોકમેળો ફરી શરૂ કરાવવાની માંગ ઉઠેલી પરંતુ તયારે સંબંધકર્તાઓ તરફથી આવતી સાલ એટલે કે આવતા આસોમાસ ૧૩-૧૪-૧૫ ત્રણ દિવસ માટે લોકમેળો યોજવા માટે તમામ પ્રયાસો કરવાની ખાત્રી આપવામાં આવી હતી હવે શું થાય તે જોવાનું
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
