તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
મોરબીમાં ડમ્પરની ઠોકરે યુવાનને ગંભીર ઇજાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૪: મોરબીમાં લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસે સવારે એક યુવાન ડમ્પરની ઠોકરે ચડી જતાં કમરથી નીચેના ભાગનો છુંદો બોલી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
મોરબી કેજીકો કંપની પાસે રહેતો અમન ચંદ્રભાણ (ઉ.વ.૨૦) નામનો પરપ્રાંતિય યુવાન સવારે ચાલીને લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી જઇ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડે મોરબી પોલીસને જાણ કરી હતી.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
