<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

મોરબી કચ્‍છ લોકસભા બેઠક માટે તંત્રની તૈયારીનું નિરીક્ષણઃ એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્‍યા ત્રણેય ઓબ્‍ઝર્વર

ભુજ,તા. ૨૪:  મોરબી કચ્‍છ લોકસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લાકક્ષાએ થયેલ તૈયારી વિશે નિયુક્‍ત કરાયેલા ત્રણેય ઓબ્‍ઝર્વરો એ માહિતી મેળવી તંત્રની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મીડિયા મોનિટરિંગ કમિટી(પ્‍ઘ્‍પ્‍ઘ્‍) અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમની પોલીસ ઓબ્‍ઝર્વર સુનીલ કુમાર મીના તથા જનરલ ઓબ્‍ઝર્વર્સ અમર કુશવ્‍હા તથા બચનેશ કુમારે મુલાકાત લીધી હતી.

એમસીએમસી કંટ્રોલરૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્‍ડ ધ ક્‍લોક મોનિટરીંગ, દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્‍ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાએ ઓબ્‍ઝર્વરશ્રીને અવગત કરાવ્‍યા હતા. ઓબ્‍ઝર્વર્સશ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરીંગની કામગીરી અંગે જરૂરી વિગતો મેળવીને સંબંધિત માર્ગદર્શન આપ્‍યું હતું.ᅠ

ઉલ્લેખનીય છે કે, પોલીસ ઓબ્‍ઝર્વરશ્રી સુનીલ કુમાર મીનાને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિમણૂક થયેલા છે. જયારે જનરલᅠ ઓબ્‍ઝર્વરશ્રી અમર કુશવ્‍હાને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર મતદાર વિભાગ તથા જનરલᅠ ઓબ્‍ઝર્વરશ્રી બચનેશ કુમાર અગ્રવાલને ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિમણૂક થયેલા છે.ᅠ

પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ તથા અન્‍ય ચૂંટણીલક્ષી કામગીરીના સંદર્ભે નિમણૂક થયેલા નોડેલ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:29 PM IST)