તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત
મહતમ તાપમાન વધતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત છે. અને મહતમ તાપમાન વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે ભેજને લઈ બફારો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
મંગળવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ૧.૨ ડિગ્રી નીચે ઉતરીને ૨૨.૪ ડીગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાય હતી.
પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા સવારથી જ ઊકડાટ અને બફારોએ માઝા મૂકી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૯ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર -જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહતમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ૧૦.૮ કિ.મી. રહી હતી. (૯.૧૪)
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
