News of Thursday, 25th April 2024
અમેરિકાના એટલાન્ટામાં આયોજિત એકઝીબીશનમાં મોરબી સિરામીકની ૪૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએ ભાગ લીધો હતો જેમાં counsulate General of india Atlanta (USA) ના કોન્સ્યુલ જનરલ L Rameshbabu દ્વારા ભારતીય પેવેલીયનનુ ઉદઘાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ.
જેમાં મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશ કુંડારીયા જોડાયેલ હાલ મોરબી સીરામીક ટાઈલ્સ માટે અમેરીકા સૌથી મોટુ માર્કેટ છે વર્ષ ૨૦૨૩-૨૪ મા મોરબીથી ૧૫૦૦ કરોડનુ એક્સપોર્ટ ફક્ત અમેરીકામા જ કરેલ છે, પરંતુ ૪-૫ દિવસ પહેલા જ અમેરીકા દૃારા ભારતથી એક્સપોર્ટ થતી ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ લગાવવા પીટીશન ફાઈલ કરેલ હોવાથી આ એક્ઝીહીબીશનમા તેની માઠી અસર જોવા મળેલ તેમજ મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો પડેલ છે, આ બાબતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સમા પણ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા દ્વારા એન્ટી ડપીંગ ડ્યુટીના પ્રશ્નની વાત રજુ કરી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
