<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

અમરેલી જિલ્લામાં ૧૧ સ્‍થળોએ દેશીદારૂના દરોડાઓ પાડી ૯ શખ્‍સોને ઝડપી પાડયા

જિલ્લામાં વાહન ચાલક સહિત પાંચ નસેડીઓને રાજાપાઠમાંથી ઝડપી લીધા

 

  અમરેલી, તા. રપ :  અમરેલી જિલ્લામાં યોજાનારલોકસભાની સામાન્‍ય ચૂંટણીમાંકાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તેમજ અસામાજિક પ્રવળતિઓને ડામવા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂરાખી છે. જેમાં અમરેલી જિલ્લામાં ૧૧ સ્‍થળોએ દેશી દારૂનાદરોડાઓપાડી મુદમાલ સાથે ૯ શખ્‍સોને ઝડપી પાડયા હતાં. જેમાં ડુંગર, બગસરા, નાગેશ્રી, મરીન પીપાવાવ, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, વંડા, જાફરાબાદ મરીનપોલીસદ્વારા કાર્યવાહી કરવામાં આવીહતી. તેમજજિલ્લામાં પોલીસે એક વાહનચાલક સહિત પાંચ નશામાં ધુત શખ્‍સોને ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી, બાબરા, ખાંભા અને લીલીયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

(12:08 PM IST)