News of Thursday, 25th April 2024
કેન્સરથી કંટાળી ઝેર પી લેનારા ઉપલેટાના ધીરજલાલનું મોત

રાજકોટ તા. ૨૫: ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટી વૃજવાસી પાર્ક બી-૫માં રહેતાં ધીરજલાલ ચંદુલાલા કારેલીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે ૨૨મીએ રાતે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ કાગળો કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ધીરજલાલ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. કેન્સરની બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
