News of Thursday, 25th April 2024
રૂપાલાના વિરોધમાં વાંકાનેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલીઃ રૂપાલા હાય...હાય..ના નારા
અસ્મિતા રથમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનો રોષ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપઃ રાજકોટ લોકસભા બેઠક માટે રૂપાલા જયારથી નિヘતિ થયા ત્યારથી ક્ષત્રિય સમાજ હવે વધુ આક્રમક બનતો જઇ રહ્યો છે તે અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી રૂપાલા અને ભાજપ વિરૂધ્ધ જે અસ્મિતા રથ ફરી રહ્યો છે.
તે વાંકાનેર આવી પહોંચતા ગત રાત્રે ક્ષત્રિયોની જંગી મેદની અને અસંખ્ય વાહનોની સળંગ હારમાળા સાથે નીકળેલી રેલીમાં કરણી સેનાના વડા અને યુવા અગ્રણી ક્રિપાલસિંહ ઝાલાએ જણાવેલ કે, નારી શકિત અને ક્ષત્રિય અસ્મિતા ઉપર પ્રહાર કરનાર પરષોતમ રૂપાલા વિરૂધ્ધ ૭પ લાખ ક્ષત્રિયો એકમત થઇને ઉભા રહ્યા છે. ગામે ગામ સભાઓ ભરી, મિટીંગ અને રેલીઓ કરી જેમાં દરેક સમાજનો સાથ સહકાર અને સમર્થન મળી રહ્યા છે.
વાંકાનેરમાં ક્ષત્રિય સમાજની રેલી મિલ પ્લોટથી હાઇવે-જીનપરાથી દાણાપીઠ ચોકમાં આવતા આ રેલીનું મુસ્લિમ યુવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. બાદમાં આ રેલી પુલ દરવાજાથી સ્ટેચ્યુ થઇ, ગ્રામ્ય વિસ્તારો રાતી દેવરી, કોઠારીયા જવા રવાના થયેલ. આ રેલીમાં ક્ષત્રિયો સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. રેલીમાં ‘પુરૂષોત્તમ રૂપાલા હાય હાય'નો સુત્રોચ્ચાર ભારે જોરશોરથી ગુંજતો રહેલો
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
