News of Thursday, 25th April 2024
જામજોધપુરમાં રૂપાલા હાય...હાય...ના નારાઃ ક્ષત્રિય યુવકોની અટકાયત
પૂનમબેન માડમના મધ્યસ્થ કાર્યાલયનાં ઉદઘાટન પ્રસંગે વિરોધ વંટોળઃ ર૦૦ થી વધુ યુવાનો ઉમટી પડયા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા., રપઃ જામજોધપુરમાં લોકસભાના ઉમેદવાર પુનમ બહેન માડમના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદઘાટન સમારોહ લઇને જીલ્લાભરમાંથી એલસીબી તથા વિવિધ પોલીસ ડીપાર્ટમેન્ટની બ્રાન્ચ વિવિધ તાલુકાની પોલીસ ખાનગી પોલીસ ડેપ્યુટી અધિકારી અનેક પીએસઆઇ પીઆઇઓ પોલીસ કર્મચારીનો જબરદસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ત્યારે ક્ષત્રીય સમાજે વિરોધ વ્યકત કર્યો હતો. રાજપુત યુવાનોનો ૨૦૦ થી વધુનો મોટો સમુહ કાર્યાલય નજીક આવી પહોંચી ગયો હતો અને સભા સ્થળમાં ઘુસે તે પહેલા સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક રાજપુત યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
રાજપુત યુવાનો દ્વારા રૂપાલા હાય હાયના નારાઓ લગાવવામાં આવ્યા હતાં.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોઇ ત્યારે પોલીસ તંત્ર તથા આમ પ્રજાને પણ ક્ષત્રીય યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવાનો હોય તેવી બાતમી પણ મળી ગઇ હોય ક્ષતીય યુવાનો પણ સભા સ્થળ નજીક બપોરના આવી પહોંચ્યા હોય આ બધી સ્થળ સાથેની પોલીસને ખબર હોવા છતાં જિલ્લાભરની પોલીસ એલ. સી. બી. બ્રાન્ચ વગેરે બંદોબસ્તમાં હોય પોલીસ ક્ષત્રીય યુવાનોના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમને ખાળી શકી નહી અંતે રૂપાલા હાય...હાય ના નારા સાથે ઉદઘાટન સભા સ્થળ સુધી આ યુવાનો પહોંચી જતા પોલીસ દ્વારા યુવાનોની અટકાયત કરી સંતોષ માનવો પડયો હતો.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
