<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ક્ષત્રિય સમાજનો એક અલગ અભિગમ છે, જેની ઇફેકટ આવશેઃ સમીકરણ ચેન્‍જ થશે :પરિમલભાઇ નથવાણી

માફી માંગવા કરતા માફી આપવાવાળા મોટાઃ પુનમબેન માડમ ભુતકાળની ચુંટણીઓમાં મને પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળ્‍યા છે ત્‍યારે હું વિનંતી કરીશ કે હાલારને એક પરિવાર તરીકે જુઓ, વિકસીત ભારતનું સંકલ્‍પ લઇને આગળ વધીએઃ પુનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવાણીયા કહે છે કે ક્ષત્રિય સમાજ વિરૂધ્‍ધ રાહુલ ગાંધીએ કોઇ નિવેદન કર્યુ જ નથી, આ તો ભાજપ પાસે કોઇ મુદો નથી એટલે આવા મુદા રજુ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે પરિમલભાઇ નથવાણીએ દેશના હિતમાં મતદાન કરવાની અપિલ કરતાં રઘુવંશી સમાજે એકી અવાજે આ અપિલને વધાવી લીધીઃ જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ

 

રાજકોટ : ચુંટણીનો જંગ જામ્‍યો છે  ત્‍યારે જામનગરમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ખરાખરીનો જંગ જામશેઃદરમિયાન ‘અકિલા'ની ટીમ દ્વારાજામનગરમાં એકસકલુઝીવ ઇન્‍ટરવ્‍યું લેવામાં આવ્‍યો હતો જેની વિગત અહીં પ્રસ્‍તુત છે.

દરેક સમાજમાં

સમીકરણ બદલાય

છેઃ પરિમલભાઇ નથવાણી

રાજયસભાના સાંસદ અને રીલાયન્‍સ જુથ કોર્પોરેટ અફેર્સના શ્રી પરિમલભાઇ નથવાણીએ ક્ષત્રિય સમાજ વિશે જણાવેલ કે ક્ષત્રિય સમાજનો એક અલગ અભિગમ છે. જે માત્ર જામનગર માટે નથી પણ સમગ્ર રાજય માટે છે અને તેની ઇફેકટ આવવાની છે. પરંતુ દરેક સમાજમા સમિકરણ ચેન્‍જ થાય એ રીતે આ સમીકરણ પણ ચેન્‍જ થશે.

અમે કોઇ લીડને ધ્‍યાનમાં

રાખી ચુંટણી લડતા

નથી : પુનમબેન માડમ

ગુજરાતની ર૬ લોકસભા બેઠકોમાંના સૌથી ધનાઢય એવા ભાજપના જામનગર લોકસભાના બેઠકના ઉમેદવાર પુનમબેન માડમે અકિલાને આપેલી  વિશેષ મુાલાકાતમાં જણાવ્‍યું હતું કે ગત ટર્મ હોય કે ર૦૧૪ની  લોકસભાની ચુંટણી હોય ર૦૧૯ંની હોય કે ર૦ર૪ની હોય અમે કોઇ લીડને ધ્‍યાનમાં રાખીને ચુંટણી  લડતા નથી. અમે માત્ર મોદી સાહેબના નેતૃત્‍વમાં જે કામ ભારતીય જનતા પાર્ટી અને સરકારે કાર્યો કર્યા છે એ કામની વાત, વિકાસની વાત લઇ સમરસતા સુરક્ષાની વાત લઇ લોકો વચ્‍ચે જઇ રહયા છીએ. લોકોએ એ વાતને સમર્થન આપી એ વાતને આશીર્વાદ આપી પુનઃ વિશ્વાસ સાથે કયાંક અમને આ પ્રકારની લીડ શેર કરે છે. મને ખાતરી છે જે પ્રકારે અમારૂ કોઇ આયોજન પાછલી ચુંટણીઓમાં લીડનું ન હતુ એ રીતે અમે પાંચ વર્ષમાં કરેલા કાર્યો અને છેલ્લા ૧૦ વર્ષમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો ઘર ઘર સુધી પહોંચાડવામા઼ સફળ થઇ છે અને જામનગરમાં સુવિધાઓ અને નીતિ વિષયક નિર્ણયોના માધ્‍યમથી લોકોનો વિશ્વાસ જીત્‍યો છે ત્‍યારે મને ખાતરી છે. ભુતકાળમાં આ લીડ લોકોએ આપી છે. આ વખતે પણ હાલારના સમગ્ર જાગૃતિ નાગરીકો જે સમરસતા ઇચ્‍છે છે, સુરક્ષૉ ઇચ્‍છે છે જે પ્રગતિ ઇચ્‍છે છે ફરીથી એક વખત કયાંક જંગી લીડ સાથે આ ક્ષેત્રમાં ફેલોવશે.

એક પ્રશ્નના જવાબમાં પુનમબેન માડમે જણાવેલ કે મારા પિતા અપક્ષ ધારાસભ્‍ય તરીકે કે પછી જિલ્લા કક્ષાએ પણ એમના કાર્યો માત્ર રાજકીય જ નહી સેવાકીય ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહયા છે. જેનાથી  મને ખુબ સારૂ પ્‍લેટફોર્મ અને લોકોનો વિશ્વાસ, આર્શીવાદ એક પરિવાર જેવો માહોલ મને વારસામાં મળ્‍યો છે.

મને આ સેવા કરવાનો મોટી તક નાગરિકોએ સાંસદ બ નાવી આપી છે. જેમાં સરકારના માધ્‍યમથી હું અનેક કામ  કરાવવામાં નિમિત બની. એટલે હું એવું માનુ છુ કે મારા પિતાના લીધે અને ભાજપ તેમજ મોદી સાહેબના નેતૃત્‍વમાં જયારે સમરસ રીતે આખુ હાલાર એક પરિવાર હોય અનેક કામ કરવાની તક મળી છે.

પુનમબેન માડમે જણાવેલ કે ક્ષત્રિય સમાજનો વિરોધ આમ તો રાજકોટ છે. એમાં જે વાત થઇ એને લઇને ગુસ્‍સો હતો, વિરોધ હતો એમા હું માનુ છુ રૂપાલા સાહેબે ઘણી વખત માફી પણ માંગી, શ્રી પાટીલે પણ પક્ષ વતી માફી માંગી, પણ છતાંય સમાજમાં નારાજગી છે. આજે હું જોવ છુ કે કદાચ ક્ષત્રિય સમાજના જ ઘણી જગ્‍યાએ ભુતકાળમાં પણ ભાજપના સમર્થનમાં રહયુ છે. મને પણ મારા વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિય સમાજનાં આશીર્વાદ મળ્‍યા છે. ત્‍યારે હું તો વિનંતી કરીશ કે હાલારને મારા પરિવારની જેમ જુઓ અને હજુ આપણે એક પરિવાર બની આપણા હાલારને મજબુત બનાવીએ વિકસીત ભારતનું સંકલ્‍પ લઇને આગળ વધીએ. સમગ્ર સમાજ અને એમનો બીજો પણ ઇતિહાસ  છેમાફી  આપવાનો હું એવું માનું છુ કે માફી માંગવા કરતા માફી આપવાવાળો મોટો છે. માફ કરવુ એ કદાચ મોટુ કાર્ય પણ હોઇ શકે. હું એક બહેન, દિકરી તરીકે વિનંતી કરૂ છુ કે મોટુ મન રાખી માફીની ભાવના સાથે ફરીથી એક વખત આપણો હાલારનો પરિવાર એક બનીએ ઉમેદવાર માત્ર નિમિત છે. પણ આ ચુંટણી કોઇ બીજી બધી વાત કરતા મને લાગે છે કે રાષ્‍ટ્રની વાત કરતા હોય ત્‍યારે આપણે સૌ એક થઇ આપણા સમગ્ર ક્ષેત્રની નોંધ કરાવીએ ૭મીએ જંગી મતદાન કરીએ.

મતદાન કરી લોહાણા

સમાજ સંગઠનની તાકાત

બતાવશેઃ જીતુભાઇ લાલ

તકે જામનગર લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલએ જણાવ્‍યું હતું કે જામનગરમાં સમગ્ર  હાલારના રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન સમગ્ર હાલારના રઘુવંશી જ્ઞાતિના હોદેદારો, અલગ અલગ સંસ્‍થાના હોદેદારો તેમજ સમગ્ર હાલાર એટલે જામનગર તેમજ દ્વારકા જિલ્લાના દસેય તાલકુાના જ્ઞાતિની સંસ્‍થાના હોદેદારોનું સ્‍નેહમિલન પરીમલભાઇ નથવાણીમના અધ્‍યક્ષસ્‍થાને મળેલ.પરિમલભાઇ નથવાણી દેશના હિતમાં મતદાન કરવાની અપિલ કરી મે પણ મતદાન કરવાની અપિલ કરી  અને સંગઠનની તાકાત બતાવશે આ અપિલને સમાજે એક અવાજે ઉઠાવી લીધો હતો.

અમે પાંચ લાખ મતોથી

જીતીશું કોંગ્રેસના

ઉમેદવાર જે. પી. મારવાણીયા

જામનગરના કોંગ્રેસના ઉમેદવાર શ્રી જે. પી. મારવાણીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે જામનગરમાં કોંગ્રેસ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે, પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. કોઇ વિકાસ કાર્યો થયા નથી. અને જોરદાર કોંગ્રેસ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનો પણ પ્રતિસાદ મળી રહ્યો છે.

ગામડાઓમાં કોંગ્રેસના વર્ચસ્‍વના કારણો ઘણા છે. આજે ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, પાણીના પ્રશ્નો છે જેનાથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે.

એક પ્રશ્નના જવાબમાં શ્રી મારવાણીયાએ જણાવેલ કે વાસ્‍તવીકતાએ છે કે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ક્ષત્રીય સમાજ અંગે તેઓએ જણાવેલ કે ભાજપના નેતાએ કરેલ નિવેદન એ ખૂબ ગંભીર બાબત છે. ક્ષત્રીય સમાજ ઉગ્ર થાય એ ૧૦૦ ટકા સાચી વાત છે આવા શબ્‍દો ન બોલવા જોઇએ પરંતુ તેની જીભ લપસી ગઇ છે અને ક્ષત્રીય સમાજ ઉગ્ર થયો છે. આ ટીપ્‍પણીના લીધે ક્ષત્રીય સમાજ કોંગ્રેસને ટેકો આપી રહી છે. તેમાં કોઇ શંકાને સ્‍થાન થી.

રાહુલ ગાંધીએ પણ આવું એક નિવેદન કરેલું જેના પ્રશ્નના જવાબમાં શ્રી મારવાણીયાએ જણાવેલ કે રાહુલ ગાંધીએ આવું કોઇ નિવેદન કર્યુ જ નથી ભાજપ પાસે કોઇ મુદા નથી એટલે આવો મુદ્‌ો રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. આ વખતે અમે પાંચ લાખની લીડથી જીતીશું.

અકિલા એકસકલુઝીવ

રીપોર્ટ : નિલેશ શીશાંગીયા

સહયોગઃ મુકુંદ બદીયાણી (જામનગર)

(12:14 PM IST)