<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

પીઢ ખેડુત અગ્રણી લીલાધરભાઇ માથુકીયાનું અવસાન

પીઢ ખેડુત અગ્રણી લીલાધરભાઇ માથુકીયાનું અવસાન

 

ધોરાજી : નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા ખેડુત અગ્રણી લીલાધરભાઇ લાલજીભાઇ માથુકીયાનું અવસાન થતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેરોટીયન અને મેડીકલ ટીમના રોહીત સોંદરવા અને નીતીન ચુડાસમાએ પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે જીતેન્દ્રભાઇ માથુકીયા, અરવિંદભાઇ માથુકીયા, રોમીનભાઇ માથુકીયા, ભરતભાઇ હિરપરા, જીતુભાઇ હિરપરા, નૈરૂત્ય વાગડીયા, ભાવીનભાઇ માથુકીયા , દિનેશભાઇ માથુકીયા, રૂચીત માથુકીયા સહિતના એન્જોય ગ્રુપના યુવાનો હાજર રહેલ હતા. આ પૈકી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સ્વ. લીલાધરભાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને રપ૭મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન દેહદાન, સ્ક્રીન ડોનેશન માટે મો.૯૮૯૮૭ ૦૧૭૭૪ - ૯૮૯૮૭ ૧પ૭પ૭ અને સરકારી હોસ્પીટલ ધોરાજી ૦ર૮ર૪-રર૦૧૩૯ પર સંપર્ક કરવો.

(12:19 PM IST)