<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં રોડ શો-સન્‍માન સમારોહ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી-કચ્‍છ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ આજે મોરબી પંથકમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કર્યો હતો આજે વિનોદભાઈ ચાવડાનો રોડ શો અને સન્‍માન સમારોહ યોજાયો હતો.

વિનોદભાઈ ચાવડાનો રોડ શો શનાળા રોડ પર આવેલ ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતેથી શરૂ કરવામાં આવ્‍યો હતો. કાર અને બાઈક સાથેનો ભવ્‍ય રોડ શો શહેરના નવા બસ સ્‍ટેન્‍ડ, જુના બસ સ્‍ટેન્‍ડ, નહેરૂ ગેટ, ગ્રીન ચોક થઈને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્‍યો હતા.ે વિનોદભાઈ એ આ તકે કહ્યું હતું કે તેમણે પોણા બે મહિના દરમિયાન ૫૦૦ જેટલી સભાઓ, ૫૦૦ જેટલા ગામડાઓનો પ્રવાસ તેમજ ૧૫ હજાર કિલોમીટરનો પ્રવાસ તેમણે પૂર્ણ કર્યો હોવાની કહ્યું હતું. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ૭મી તારીખે અચૂક અને ફરજીયાત મતદાન કરીએ તેવી અપીલ પણ કરી હતી

(12:20 PM IST)