<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

જસદણના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર હાર્દીક અને જીતેષની શોધખોળ

સુનીલ પલાળીયા તેની થનાર મંગેતરને ઉતારી પરત ફરતો'તો ત્‍યારે કારથી બાઇકને ટક્કર મારી'તી

 

રાજકોટ, તા., ૧: જસદણ પાસે વિંછીયા રોડ ઉપર કારથી બાઇકને ટક્કર મારી જસદણને યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર હિંગોળગઢના બે શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના પોલારપર રોડ ઉપર રહેતો સુનીલ રત્‍નાભાઇ પલાળીયા તેની થનાર મંગેતરને હિંગોળગઢ ગામે તેના ઘરે મુકી પરત બાઇક ઉપર જઇ રહયો હતો. ત્‍યારે વિંછીયા-જસદણ રોડ ઉપર કારમાં પીછો કરતા હાર્દીક સતીષભાઇ મકવાણા તથા જીતેશ કટેશીયા રે. બન્ને હિંગોળગઢએ કારથી બાઇકને ઠોકર મારી ચાલક સુનીલને માથામાં જીવલેણ તથા પગમાં ફેકચર જેવી ઇજા કરી મારી નાખવાની કોશીષ કરી નાસી છુટયા હતા. આ અંગે ઇજાગ્રસ્‍ત સુનીલના પિતા રત્‍નાભાઇએ ઉકત બંને શખ્‍સો સામે જસદણ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ૩૦૭ સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી બંને શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(12:57 PM IST)