તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 1st May 2024
શ્રી જુના પીપળીયા તાલુકા શાળામા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

શ્રી જુનાપીપળીયા તાલુકા શાળામાં "ગુજરાત સ્થાપના દિવસ"ની ઉજવણીના ભાગરૂપે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ વાનગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભેળ,પાણીપુરી, દાબેલી, સમોસા, બટેટા ભૂંગળા,શરબત,બાસ્કેટ પુરી, ચણા ચાટ વગેરે જેવી અવનવી ૨૦ જેટલી વાનગીઓ બાળકો દ્વારા જ બનાવવામાં આવી. આ આનંદ મેળા નો લાભ આસપાસના ગામના શિક્ષકો વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોએ લીધો હતો.આ સાથે "મહેનતનું મહત્વ અને કામનું મૂલ્ય"ના પાઠ નાનપણથી જ બાળકો શીખે એ હેતુસર વાનગીમેળો,બાળમેળો વગેરે શાળામાં યોજવામાં આવેછે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
