News of Wednesday, 1st May 2024
કોડીનારમાં ૧૭૪ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યાઃ ૩૦ હજાર લોકોએ એક પાંગતે બેસી ભોજન લીધુ
ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનો ૩૩મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

કોડીનાર તા.૧: ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના ૩૩ મો સમૂહ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. આ લગ્નોત્સવમાં ૧૭૪ નવ દંપતિઓએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
સમસ્ત ક્ષત્રિય કારડીયા સમાજ અને સમૂહ લગ્ન આયોજન સમિતિ ના સંયુકત ઉપક્રમે ૩૩ મો સમૂહ લગ્નોત્સવમાં કારડીયા રાજપૂત સમાજ ની ૧૭૪ દીકરીઓના એકી સાથે તેર માંડવા રોપાયા હતા આશરે ૪૫૦૦૦ હજાર જેટલા લોકોએ હાજર રહી સમાજની એકતા ના દર્શન કર્યા હતા સાથો સાથ લગ્ન ઉત્સવમાં ૩૦૦૦૦ લોકોએ એક પંગાતે બેસી સમૂહ ભોજન કર્યું શાસ્ત્રી સંજયભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા લગ્નવિધિ કરવા માં આવી હતી.
આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે તમામ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ,આમંત્રિત મહેમાનો, આયોજન સમિતિના તમામ વડીલો અને ગામના તમામ યુવાનોએ આ કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
