News of Wednesday, 1st May 2024
પોરબંદર સુદામાનગરીથી દ્વારકા કૃષ્ણનગરીની પદયાત્રા
અખાત્રીજે સુદામા મંદિરથી પ્રસ્થાન : પદયાત્રાની પૂર્વ સંધ્યાએ સુદામા ભકતો માટે હરિમંદિરમાં સત્સંગ અને ભોજન પ્રસાદ : પૂ. ભાઇશ્રીના સેવક ખીમભાઇ બાપોદરાના સંકલ્પ થકી ચોથી વખત પદયાત્રાનું આયોજન

પોરબંદર તા. ૧ : પોરબંદરથી દ્વારકાની પદ યાત્રાનો વિચાર આપનાર પૂ જય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સેવક શ્રી ખીમ ભાઈ બાપોદરાના સંકલ્પ થકી પોરબંદરના સુદામા ભકત સેવા મંડળ દ્વવારા તા. ૧૦ને અખાત્રીજના શુભ દિન શુક્રવારે સવારે સુદામા મંદિર ખાતેથી ચોથી પદયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે.
આ પદયાત્રાની પૂર્વ સંધ્યાએ તા. ૯ સમી સાંજે સૌ સુદામા ભકતો માટે શ્રી હરિ મંદિરમાં સત્સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રામાં પૂજય બ્રહ્મચારી નારાયણનંદજી મહારાજ શારદા પીઠ દ્વારિકા, સોનલધામ મઢડા આઈ શ્રી પૂજય કંચનમાં, સતાધાર રામેશ્વર મહંત શ્રી ગોવિંદબાપુ (ગુરૂ શામજીબાપુ), આનંદ ગુફા ગિરનાર જુનાગઢ કેરાળા આશ્રમના પૂજય સરસ્વતી માતાજી, સનાતન આશ્રમના કેશવાનંદબાપુ, આહીર સમાજ દ્વારિકા જીવણનાથ ગુરૂ શ્રીકરણ નાથ જોડાશે તેમજ સતાપરના ભુવા આતા શ્રી અમરા આતા સેવક ગણ સાથે પદ યાત્રાનું પ્રસ્થાન કરી સાંદિપની હરિ મંદરે દર્શન કરી સુદામા મંદિરેથી દ્વારકા સુધી પદયાત્રામાં જોડાશે.
પોરબંદરના સાંદિપની હરિ મંદિરના પ્રણેતા રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ સાથે ઋષિ કુમારો દ્વારા પૂજા વિધિ, મંદિર પર ધ્વજારોહણ અને સંતોના આશીર્વાદથી પદયાત્રા સુદામા મંદિર ખાતેથી અખાત્રીજને શુક્રવાર તા. ૧૦ સવારે શુભ દિને પ્રસ્થાન થશે. પદયાત્રાના દિવ્ય પ્રસંગે સંતો કુતિયાણા બાલા હનુમાન પૂજય વિશ્વભરદાસ બાપુ, જગતગુરૂ શ્રી સૂર્યા આચાર્ય કૃષ્ણદેવનંદગીરી મહારાજ દ્વવારિકા, પૂજય સ્વામી હરિ પ્રકાશ દાસજી સ્વામિનારાયણના સંતો છાંયા, પોરબંદરનીશ્રી નાથજી હવેલીના પૂ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહોદય, હવેલીના જય વલ્લભ મહોદય, પોરબંદર, પૂજય શ્રી નિગમાનંદ સરસ્વતી તથા કલ્યાણ નદ સરસ્વતી આર્ષ સંસ્કૃતિ આશ્રમ કુછડી, રામ – કૃષ્ણ આશ્રમનાસ્વામી પૂજય આત્મા દીપાનંદજી, કુછડી, બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયના શ્રી ગીતાબેન (તમામ સેન્ટરના ભાઈઓ બહેનો) નિર્વાણ ધામ આશ્રમના સંત પૂજય શ્રી પરમાત્મા નદજી અને સંતો પોરબંદર ગાયત્રી પરિવારના સમસ્ત ભાઈ બહેનો, ગોરસરનામામાં પાગલ આશ્રમના પૂજય વણઘાબાપા ભગત, પોરબંદરના પૂજય પરસોતમ બાપા તિલક મહારાજ પોરબંદર આર્ય સમાજના શ્રી ધનજીભાઈ આર્ય પોરબંદર સાંદિપની આશ્રમના ગુરૂજનો અને ઋષિકુમાર સહીત સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહેશે. તા. ૧૦ થી ૧૪ એમ પાંચ દિવસિય પદયાત્રાનુ પ્રથમ રાત્રી રોકાણ શ્રી મહેર સમાજ વિસાવાડા, બીજી રાત્રી રોકાણ લાંબાદગાઈ માતાજી મંદિર, ત્રીજી રાત્રી રોકાણ કુરગા મુકતેશ્વર મહાદેવ મંદિર અને ચોથી રાત્રી રોકાણ દ્વારકા સનાતન આશ્રમ રહેશે. આ સનાતન આશ્રમ દ્વારકા તા. ૧૪ના રોજ ભજન કીર્તન સાથે શ્રી દ્વારકાધીશના દર્શન કરી આ પદયાત્રાની પુર્ણાહુતી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંખ્ય ભકિતથી જોડાયેલા બાલ સખા 'સુદામા ચરિત્ર કથા' તે શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના ૮૦-૮૧ અધ્યાયમાં આલેખયેલી છે, શ્રીમદ ભાગવતનો આધાર લઈને ભકત કવિ નરસિંહ મહેતા તથા સુપ્રસિદ્ઘ આખ્યાન કાર કવિ પ્રેમાનંદે 'સુદામા ચરિત્ર' લખ્યું છે.
પોરબંદરથી સુદામાજી તેમના બાલસખા શ્રીકૃષ્ણને મળવા દ્વારકા પદયાત્રા કરીને ગયા બાદ સુદામાજીની દરિદ્રતા દૂર થઇ ગયેલી
પોરબંદરથી સુદામાજી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને પદ યાત્રા કરીને મળવાદ્વારિકા ગયા હતાં અંકિચન સુદામાની પત્ની ભૂખ્યા બાળકો નુ દુઃખ અસહ્ય બનતા સુદામાની પત્ની પતિને ભગવાન શ્રી કૃષ્ણની મૈત્રીનુ સ્મરણ કરાવીને કંઈક પામવાની આશાએ શ્રી કૃષ્ણ પાસે જવા વિનવે છે. આખ્યાનકાર કવિ પ્રેમાનંદ સુદામા ચરિત્રમાં આ ઉલ્લેખ કરે છે કે 'એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી, રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી, અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિ રાયજી જીવે આખુ જગત લાગુ પાયજી રે શિવે અન્નપૂર્ણા ઘરે રાખ્યા ઋષિ રાયજી રે, રવિ એ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજી રે, ઉધ્યમ નિષ્ફળ જશે નહિ ઋષિ રાયજી રે, જઈ આવો હરિ બળદેવ લાગુ પાયજી રે'.
આ સાંભળીને સુદામા જી કહે છે કે હે! કલ્યાણી તમારા આગ્રહને વશ થઈને મિત્ર દ્વારકાધીશને મળવા ચોક્કસ જઈશ ત્યારે સુદામા પત્ની ભાવ વિભોર બનીને સુદામા જીને કહે છે કે તમારી અતૂટ મૈત્રીનો લાભ રસ્તામાં ભકતો ( શ્રીકૃષ્ણ )ને મળશે ભકત ખુશ થશે અને ભકતો ખુશ થવાથી શ્રી કૃષ્ણ ભગવાન પણ ખુશ થશે સાથે સાથે રસ્તામાંથી ભકતો જોડાશે અને સત્સંગ સાકીર્તન અને ધર્મ લાભનો પણ ભકતોને મળી રહેશે અને લોક કલ્યાણની ભાવના ચરિતાર્થ થશે. પત્ની પડોશમાંથી માંગી આવેલા પૌઆ (તાન્દુલ) શ્રી કૃષ્ણને ભેટ આપવા માટે પતિને બાંધીને આપે છે અને તેઓ પોરબંદર સુદામા પુરીથી દ્વારકા પદ યાત્રા કરીને જાય છે શ્રી કૃષ્ણ સુદામાની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય એવા ભાવ સાથે આધ્યાત્મિક જન જાગૃતિના ઉમદા હેતુ સર પોરબંદર દ્વારિકાની પદયાત્રાનો ઉમદા વિચાર આપનાર ઉજ્જૈનમાં સાંદિપની આશ્રમમાં શ્રી કૃષ્ણ – સુદામા બંને સાથે અભ્યાસ કરતા હતાં તેની મૈત્રી અતૂટ હતી. કૃષ્ણના બાલસખા સુદામાજીનુ મંદિર સમગ્ર ભારતમાં એક માત્ર પોરબંદર ખાતે આવેલ છે જે પોરબંદર પંથક માટે ગૌરવ રૂપ છે. પોરબંદર શહેર મધ્યે આવેલું પૌરાણિક, ઐતિહાસિક, મંદિરમાં વર્ષ દરમિયાન બહારથી બધા દર્શન કરી શકે પણ અખાત્રીજના પાવન દિવસે ભાવિક જનો માટે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની છૂટ અપાઈ છે. સુદામા ભગવાન દ્વારકાધીશને મળવા અખાત્રીજના દિવસે ગયા તેની સ્મૃતિમાં સુદામાના અયાચક વ્રતને કેન્દ્ર મા રાખી સુદામાના પગલે આ ચોથી પદ યાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શ્રી કૃષ્ણ સુદામાનુ મિલન દ્વારાકા ઉજ્જૈન સાંદીપની આશ્રમમાંઅભ્યાસ કરતા તેના સસ્મરણ વાગોળે છે. પછી શામળિયો બોલિયાં તુને સાંભરે રે'.. 'હાજી,નાન પણ નાનેહ મુજે કેમ વિસરે રે' 'આપણે બે મહિના સાથે રહ્યા તુને સાંભરે રે' હાજી, સાંદિપની ઋષિને ઘેર મુંને કેમ વિસરે રે.. 'આપણે અન્ન ભીક્ષામાંગીને લાવતા તુને સાંભરે રે.' 'હાજી, જમણાં ત્રેણય સાથે મને કેમ વિસરે રે.' (પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર) વિશ્વ પ્રેરક આવી સુદામા કૃષ્ણની અતૂટ મૈત્રીને ઉજાગર કરતી આ ચોથી પદયાત્રાના આ યોજનમાં ભકત સમૂહ દાય જોડાઈને પુણ્ય નુ ભાથું બાંધે છે. પ્રતિ વર્ષ અખાત્રીજના દિવસે હજારો માણસોની શુભ દિને સવારથી સુદામા મંદિર ખાતે ચરણ સ્પર્શ કર્યા બાદ આ પદ યાત્રા પ્રસ્થાન થાય છે. જેમાં સાધુ સંતોના આશીર્વાદ સાથે મહાનુભાવો જોડાય છે.
પદયાત્રામાં જોડાવવા ઇચ્છતા ભાવિકોની નામ નોંધણી માટે સંપર્ક મોબાઇલ નંબરો
આ પદયાત્રામાં જોડાવા માંગતા હોય તેઓએ વિસ્તાર વાઇસ કાર્ય કરતાનો તા. ૫ સુધીમાં નીચેના કાર્ય કરતા પાસે નામનોંધવી દેવું (૧) સાંદિપની વિદ્યાનિકેતન મેઈન ગેઇટ ઓફિસ, (૨) અખંડ રામ ધૂન મંદિર ઓફિસ શ્રી ભીખુભાઈ, (૩) સુદામા મંદિરના મહંત શ્રી તેજસભાઈ રામાવત પૂજારી, શ્રી રણછોડભાઈ જોષી પાલખડા મોબાઈલ ૯૯૨૫૧૩૫૮૦૮, શ્રી મસરીજી ઓડેદરા ૯૦૯૯૦ ૩૪૫૪૫, શ્રી ભીખુભાઈ હરચડી ૧૨૩૫૪ ૯૯૨૫૧, શ્રી મનોજ ભાઈ મોઢા સાંદીપની આશ્રમ ૯૩૧૬૨ ૯૧૮૩૦, રણછોડભાઈ ઓડેદરા ૮૯૮૦૫ ૯૮૧૭૨, મનોજભાઈ થાનકી ૯૪૨૬૫૭૧૯૦૧, કૈલાશ વાસું ૯૮૭૯૪ ૬૮૧૮૧, હમીરભાઈ કારેળા ૯૪૨૬૩૭૬૯૩૯, ભીખુ ભાઈ ઉલવા ૯૦૫૪૯૪૦૧૧૧, સ્નેહલ પાંધી ૯૦૩૩૩૯૩૧૩૯, ખીમભાઇ બાપોદરા ૯૯૦૯૯૮૯૬૬૦ હાજીભાઇ ભેટારીયા ૯૯૨૮૮૮૪૮૭૮, રાજેશ ભાઈ કોટીયા ૭૮૭૪૫૭૫૫૮૯, ગોવિંદ ભાઈ વરૂ ૯૮૭૯૫૯૦૯૫૨, જેસા ભાઈ ગરેજા ૯૮૨૫૭૩૬૪૮૩, મનજીભાઈ લગધીર ૭૮૧૪૩૦૫૩૨૧, રાજાભાઈ ચાવડા ૯૮૯૮૮૫૮૯૮૯, ખીમાભાઇ કડોરીયા ૯૯૯૮૮૬૬૯૭૪, માલદેભાઈ ગોજયા ૯૯૯૮૨૨૯૩૯૪, વિરાભાઈ ચાવડા ૯૯૭૯૧૫૯૯૯૯, જીવણ ભગત ૯૪૦૮૩૩૫૩૦૦, તા. ૫ સુધીમાં સંપર્ક સાધવાએ અખબારી યાદીમાં જણાવાયુ છે. બહાર ગામથી આવનાર પદયાત્રી કોને રહેવા જમવાની સુવિધા પોરબંદરના શ્રી સાંદીપની હરિ મંદિર આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે.
:અહેવાલ :
ભીખુભાઇ મહેતા
પોરબંદર
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
