News of Wednesday, 1st May 2024
હર્ષદપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

ખંભાળીયા : હર્ષદપુર ગામે હાપીવાડી સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારના અખાડામાંથી રોકડ રૂપિયા ૩૮,૯૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૧૧,૫૦૦/- તથા બાઇક નંગ- ૩ કિ.રૂ. ૫૫,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૦૫,૪૫૦/- ના મુદામાલ સાથે (૧) વિરપાલ હરદાસભાઇ મસુરા રહે હરીપર ગામ મહાવીર સોસાયટી (૨) અલીઅકબર રજાક સંઘાર રહે. સલાયા ગોજી પાળો (૩) અજીજ જુમાભાઇ સુરાણી રહે.સલાયા, મેઈન બજાર (૪) ધારા જેશાભાઇ ધારાણી રહે.લલીયા ગામ (૫) ગોવીંદગર નથુગર ગોસાઇ રહે.ભીંડા ગામ (૬) ઉમર કાસમભાઇ બંદરી રહે. સલાયાને ઝડપી લીધેલ છે. આ કાર્યવાહીમાં એલ.સી.બી. પીઆઇ કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ પીઆઇ બી.એમ.દેવમુરારી, એ.એલ.બારસીયા, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલિયા તથા એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, એચસી લાખાભાઇ પિંડારીયા, ભરતભાઇ જમોડ, દિનેશભાઇ માડમ પીસી અરજણભાઇ આંબલીયા નાઓ જોડાયા હતા.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
