<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહાચૂંટણી જંગ : ૧૦ર ઉમેદવારો વચ્‍ચે મુકાબલો

ભાવનગર -બોટાદ, જામનગર -દેવભૂમિ દ્વારકા, જુનાગઢ-ગિરસોમનાથ મોરબી-કચ્‍છ સંયુકત તથા અમરેલી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, પોરબંદર લોકસભા બેઠક તથા માણાવદર અને પોરબંદરમાં વિધાનસભા પેટા ચૂંટણી

રાજકોટ, તા., ૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧ર જીલ્લામાં કાલે લોકસભા બેઠકની ચુંટણી યોજાશે. જેમાં ૯ર ઉમેદવારો વચ્‍ચે મહાજંગ જામશે.

આ ઉપરાંત માણાવદર અને પોરબંદરની વિધાનસભા બેઠકની પેટા ચુંટણી પણ યોજાશે.

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રથમ વાર ચુંટણી લડી રહયા છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ત્રીજી વખત ચુંટણી લડી રહયા છે. અગાઉ ર૦૧૪ માં ર લાખ ૪પ હજાર અને ર૦૧૯માં ૩ લાખ પ હજાર મતે ચુંટણી જીતી ચુકયા છે. તેની સામે કોંગ્રેસના નિતેશભાઇ લાલણ ચુંટણી જંગમાં છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ લોકસભા (ર૦ર૪)ની ચુંટણી પ્રક્રિયાનો મહત્‍વનો તબક્કો એટલે મતદાન. મતદાનનો દિવસ નજીક આવી રહયો છે. પરંતુ તેનો માહોલ હજુ જોઇએ તેવો જામ્‍યો નથી. ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ એવો ગરમાવો નથી. ઉનાળાની ગરમી બરાબર જામી છે. એટલે  પ્રચાર કાર્યમાં પ્રયત્‍નો વચ્‍ચે પણ પ્રતિભા ઓછો જોવા મળે છે.

ભાવનગર-બોટાદ બેઠક માટે આ વખતે  કુલ ઉમેદવાર ૧૩ છે. પરંતુ સ્‍પર્ધા તો ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણીયા અને કોંગ્રેસની સમજુતીથી ઉભેલા આપ પક્ષના ઉમેશભાઇ મકવાણા વચ્‍ચે જંગ રહેશે.

જસદણ

(હીતેશ ગોસાઇ દ્વારા) જસદણ :  જસદણ વીંછિયા પંથકના મતદારો આવતી કાલ મંગળવાર તા.૭ મે ૨૦૨૪ અંતર્ગત લોકસભાની ચૂંટણી અંગે સજજ થઈ ગયાં છે કયાં પક્ષ અને કોને મત આપવો તે અંગે મન મનાવી લીધું છે ગઈકાલ સાંજથી પ્રચારના ભૂંગળા તો બંધ કરી દીધાં છે પરંતુ કતલની રાત સુધી રિસામણા મનામણા ચાલું રહેશે કાલે મંગળવારે મતદાન હોય તે પૂર્વે જસદણ વીંછિયા પંથકમાં પોલીસે અનેક શખ્‍સોને રાઉન્‍ડ અપ કરી લીધાં છે બંને તાલુકામાં ફ્‌લેગ માર્ચ અને ગામેગામ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે હાઇવે પર વાહનોનું ખાસ ચેકીંગ થઈ રહ્યું છે ત્‍યારે રાજકીય પાર્ટી આખરી ઘડીની વ્‍યૂહ રચના કરવામાં વ્‍યસ્‍ત છે ત્‍યારે સવારના સાત વાગ્‍યાથી સાંજના છ વાગ્‍યા સુધીમાં જસદણ વીંછિયા પંથકનાં લોકો મતદાન કરશે દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સામાજીક યુવા અગ્રણીઓ અલ્‍પેશભાઈ રૂપારેલિયા હરિભાઈ હીરપરા પત્રકારો હુસામુદ્દીનભાઈ કપાસી દુર્ગેશભાઈ કુબાવત હિતેશભાઈ ગોસાઈ વગેરેએ મતદારોને મતદાન પ્રત્‍યેની ઉદાસીનતા દુર કરી પોતાના મતની શકિતનું મૂલ્‍ય સમજીને ઉત્‍સાહપૂર્વક મતદાન માટે અપીલ કરી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : તારીખ ૭-પ-ર૪ મંગળવાર લોકસભાની ચુંટણીનું મતદાન હોવાથી માર્કેટીંગ યાર્ડ હાપાનું હરરાજીનું અને ઓફીસનું કામકાજ બંધ રહેશે. જેની સર્વેએ નોંધ લેવા જણાવ્‍યું છે.

અમરેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૬: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૭ મે, ૨૦૨૪ને મંગળવાર રોજના સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૦૬.૦૦ વાગ્‍યા સુધી મતદાન યોજાશે.

મતદારોને મતદાનનો સુગમ અનુભવ મળે તે માટે તમામ મતદાન મથકો ખાતે જરુરી આવશ્‍યક સુવિધાઓની વ્‍યવસ્‍થાઓ (Assured Minimum Facilities) જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  આવશ્‍યક સુવિધાઓમાં મતદાર સહાય બુથ,  જરુરિયાતમંદ મતદાર માટે રેમ્‍પની વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છ પીવાના પાણીની વ્‍યવસ્‍થા, પર્યાપ્ત ફનિર્ચર વ્‍યવસ્‍થા, મતદાન મથકની અંદર યોગ્‍ય લાઇટીંગ-વીજળીની વ્‍યવસ્‍થા મતદાન મથક ખાતે યોગ્‍ય સંકેત દર્શાવતા બોર્ડની વ્‍યવસ્‍થા, પુરુષ તથા મહિલા મતદારો માટે અલગ શૌચાલયની વ્‍યવસ્‍થા, ગરમીથી રક્ષણ માટે મતદાન મથક ખાતે છાંયા-શેડની વ્‍યવસ્‍થા, મતદાર સુવિધા પોસ્‍ટરનું પ્રદર્શન, ગ્રાઉન્‍ડ ફલોર ઉપર મતદાન મથકની સુવિધા ઉપલબ્‍ધ રહેશે. આ ઉપરાંત અન્‍ય સુવિધાઓમાં મેડિકલ કિટ,  સ્‍વયં સેવકો, કતાર વ્‍યવસ્‍થાપન, સરબતની વ્‍યવસ્‍થા (સવારના ૧૧ થી સાંજે ૪ કલાક સુધી) ઉપલબ્‍ધ રહેશે. ‘‘સક્ષમ'' મોબાઇલ એપ્‍લિકેશન મારફત આવેલી વિનંતીઓના આધારે દિવ્‍યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) મતદારોને વ્‍હીલચેર, સ્‍વયંસેવકો, પીક અપ અને ડ્રોપ વગેરે જરુરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મતદાનના દિવસે તમામ મતદારોને મતદાનના દિવસ તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ પેઇડ હોલી-ડે (સવેતન રજા) આપવામાં આવશે. જેથી તમામ મતદારોને લોકશાહીના મહાપર્વમાં પોતાની સહભાગીદારિપણું નોંધાવી, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

 જુનાગઢ

લોકસભા સામાન્‍ય ચૂંટણી ર૦ર૪ ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી તા. ૭-પ-ર૦ર૪ ના રોજ સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી યોજાનાર છે ત્‍યારે લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના દરેક નાગરિકોને સો ટકા મતદાન કરી સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્‍યો છે.

અમરેલી લોકસભા

૧૪-અમરેલી                      જેનીબેન ઠુંમર      ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

૧૪-અમરેલી                      ચૌહાણ રવજીભાઇ મુળાભાઇ       બહુજન સમાજ પાર્ટી

૧૪-અમરેલી                      સાંખટ વિક્રમભાઇ વીસાભાઇ        ગ્‍લોબલ રીપબ્‍લીકન પાર્ટી

૧૪-અમરેલી                      ભરતભાઇ મનુભાઇ સુતરીયા       ભારતીય જનતા પાર્ટી

૧૪-અમરેલી                      પ્રિતેશ ચૌહાણ (લાલુ)      અપક્ષ

૧૪-અમરેલી                      બાવકુભાઇ અમરૂભાઇ વાળા        અપક્ષ

૧૪-અમરેલી                      ભાવેશભાઇ જેન્‍તીભાઇ રાંક અપક્ષ

૧૪-અમરેલી                      પુંજાભાઇ બાવભાઇ દાફડા  અપક્ષ

ભાવનગર બોટાદ લોકસભા બેઠક

૧પ-ભાવનગર                    નિમુબેન જયંતીભાઇ બાંભણીયા  ભારતીય જનતા પાર્ટી

૧પ-ભાવનગર                    ઉમેરભાઇ નારણભાઇ મકવાણા     આમ આદમી પાર્ટી

૧પ-ભાવનગર                    કલાણીયા સાગરભાઇ પોપટભાઇ   આપકી આવાઝ પાર્ટી

૧પ-ભાવનગર                    રાઠોડ દિનેશભાઇ લાખાભાઇ               બહુજન સમાજ પાર્ટી

૧પ-ભાવનગર                    નરેશભાઇ નારણભાઇ રાઠોડ                અપક્ષ

૧પ-ભાવનગર                    સંજયભાઇ મગનભાઇ મકવાણા    અપક્ષ

૧પ-ભાવનગર                    હર્ષ ગોકલાણી              અપક્ષ

૧પ-ભાવનગર                    શ્રી મુળશંકરભાઇ રઘુરામભાઇ ચૌહાણ અપક્ષ

૧પ-ભાવનગર                    અનિલભાઇ નરેન્‍દ્રભાઇ ચાવડા        સ્‍વતંત્રતા અભિવ્‍યકિત પાર્ટી

૧પ-ભાવનગર                    પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઇ  ન્‍યુ ઇન્‍ડીયા યુનાઇટેડ પાર્ટી

૧પ-ભાવનગર                    ભુપતભાઇ મોહનભાઇ વાળા                રાઇટ ટુ રિકોલ પાર્ટી

૧પ-ભાવનગર                    શ્રી ટીડાભાઇ દેવશીભાઇ બોરીચા   ગુજરાત સર્વ સમાજ પાર્ટી

૧પ-ભાવનગર                    બ્રહ્મક્ષત્રીય ભગવતીબેન ખેતસિંહ  અપક્ષ

સુરેન્‍દ્રનગર લોકસભા

૦૯-સુરેન્‍દ્રનગર                   ઋત્‍વીકભાઇ લવજીભાઇ મકવાણા  ઇન્‍ડીયન નેશનલ કોંગ્રૈસ

૦૯-સુરેન્‍દ્રનગર                   ચંદુભાઇ છગનભાઇ શિહોરા         ભારતીય જનતા પાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   પટેલ મધુસુદન બળદેવભાઇ       મીશન ઓલ ઇન્‍ડીયા                                ઇન્‍ડીપેન્‍ડેન્‍ટ જસ્‍ટીસ પાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   જે.કે.પટેલ           અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   કોળી રમેશભાઇ વિરસંગભાઇ વાઘેલા  અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   ઝાલા દેવરાજભાઇ બાબુભાઇ               અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   વિનોદભાઇ બાબુભાઇ સતરોટીયા   અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   ડાભી અશોકભાઇ સુખાભાઇ         બહુજન સમાજ પાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   આનંદભાઇ પચાણભાઇ રાઠોડ              અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   દિલીપભાઇ પરસોતમભાઇ મકવાણા ન્‍યુ ઇન્‍ડીયા યુનાઇટેડપાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   ચાવડા નિલેશભાઇ મનસુખભાઇ    રાષ્‍ટ્રનિર્માણ પાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   દેવેન્‍દ્ર મોહનદાસ મહંત     ગુંજ સત્‍યની જનતા પાર્ટી

૦૯-સુરેન્‍દ્રનગર                   ગેડીયા કૃષ્‍ણવદનભાઇ હરીપ્રસાદભાઇ              અપક્ષ

૦૯-સુરેન્‍દ્રનગર                   અશોક પાલજીભાઇ રાઠોડ                  અપક્ષ

રાજકોટ લોકસભા

૧૦-રાજકોટ પરશોતમભાઇ રૂપાલા           ભારતીય જનતા પાર્ટી

૧૦-રાજકોટ  ચમનભાઇ નાગજીભાઇ સવસાણી       બહુજન સમાજ પાર્ટી

૧૦-રાજકોટ  પ્રકાશ ગોવિંદભાઇ સિંધવ               અપક્ષ

૧૦-રાજકોટ  ભાવેશભાઇ ઉપેન્‍દ્રભાઇ આચાર્ય અપક્ષ

૧૦-રાજકોટ  ઝાલા નયન જે.         અપક્ષ

૧૦-રાજકોટ  અજાગીયા નિરલભાઇ અમૃતલાલ      અપક્ષ

૧૦-રાજકોટ  ધાનાણી પરેશભાઇ      ઇન્‍ડીયન નેશનલ કોંગ્રેસ

૧૦-રાજકોટ  જીજ્ઞેશભાઇ મહાજન             અપક્ષ

૧૦-રાજકોટ                        ભાવેશભાઇ કાંતીલાલ પીપળીયા અપક્ષ

પોરબંદર લોકસભા

૧૧-પોરબંદર                       નાથાભાઇ ભૂરાભાઇ ઓડેદરા     અપક્ષ

૧૧-પોરબંદર                       ડો. મનસુખભાઇ માંડવિયા        ભારતીય જનતા પાર્ટી

૧૧-પોરબંદર                       સિધ્‍ધપરા હસમુખલાલ જીવનભાઇ       લોગ પાર્ટી

૧૧-પોરબંદર                       લલીત વસોયા    ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

૧૧-પોરબંદર                       સોઢા હુશેનભાઇ અલીભાઇ        અપક્ષ

૧૧-પોરબંદર                       લાખણસી ઓડેદરા       વીરો કે વીર ઇન્‍ડિયન પાર્ટી

૧૧-પોરબંદર                       જેઠવા બિપીનકુમાર ભીખાલાલ અપક્ષ

૧૧-પોરબંદર                       એન. પી. રાઠોડ   બહુજન સમાજ પાર્ટી

૧૧-પોરબંદર                       શેખવા નિલેશકુમાર રામજીભાઇ સમાજવાદી પાર્ટી

૧૧-પોરબંદર                       સોલંકી જતીન ધીરૂભાઇ અપક્ષ

૧૧-પોરબંદર                       મહેમુદભાઇ સૈયદ         અપક્ષ

૧૧-પોરબંદર                       રાઠોડ ચંદુભાઇ મોહનભાઇ        અપક્ષ

જામનગર -દેવભૂમિ દ્વારકા લોકસભા

૧ર-જામનગર                      એડવોકેટ જે.પી. મારવિયા        ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

૧ર-જામનગર                      જયસુખ નથુભાઇ પિંગલસુર      બહુજન સમાજ પાર્ટી

૧ર-જામનગર                      પોપટપુત્રા રફીક અબુબકર       અપક્ષ

૧ર-જામનગર                      નાનજી અમરશી બથવાર         અપક્ષ

૧ર-જામનગર                      ભુરાલાલ મેઘજીભાઇ પરમાર     અપક્ષ

૧ર-જામનગર                      નદીમ મહંમદ હાલા      અપક્ષ

૧ર-જામનગર                      ઘુઘા અલારખાભાઇ ઇશાકભાઇ   અપક્ષ

૧ર-જામનગર                      કણઝારીયા રણછોડભાઇ નારણભાઇ      વીરો કે વીર ઇન્‍ડિયન પાર્ટી   ૧ર-જામનગર પરેશભાઇ પરસોતમભાઇ મુંગરા રાષ્‍ટ્રીય મહા. ભૂમિ પાર્ટી

૧ર-જામનગર                      અનવર નુરમામદ સંધાર         અપક્ષ

૧ર-જામનગર                      પુનમ બેન હેમતભાઇ માડમ      ભારતીય જનતા પાર્ટી

૧ર-જામનગર                      ખીરા યુસુફ સીદીકભાઇ   અપક્ષ

૧ર-જામનગર                      વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા     અપક્ષ

૧ર-જામનગર                      રાઠોડ પુંજાભાઇ પાલાભાઇ       અપક્ષ

જુનાગઢ -ગીરસોમનાથ લોકસભા બેઠક

૧૩-જુનાગઢ                        અલ્‍પેશકુમાર ચંદુલાલ ત્રાંબડિયા         લોગ પાર્ટી    

૧૩-જુનાગઢ                        ચુડાસમા રાજેશભાઇ નારણભાઇ ભારતીય જનતા પાર્ટી

૧૩-જુનાગઢ                        માકડીયા જંયતિલાલ માલદેભાઇ         બહુજન સમાજ પાર્ટી

૧૩-જુનાગઢ                        ઇશ્વર રામભાઇ સોલંકી    રાઇટ ટુ રિકોલ પાર્ટી

૧૩-જુનાગઢ                        જોટવા હીરામભાઇ અરજભાઇ    ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

૧૩-જુનાગઢ                        ગોરધનભાઇ મંગાભાઇ ગોહેલ    અપક્ષ

૧૩-જુનાગઢ                        ડાકી નાથાભાઇ મેણસીભાઇ       અપક્ષ

૧૩-જુનાગઢ                        આરબ હાસમ સુમરા      અપક્ષ

૧૩-જુનાગઢ                        દેવેન્‍દ્રભાઇ ધનજીભાઇ મોતીવરસ        અપક્ષ

૧૩-જુનાગઢ                        વાઢેર દાનસી     અપક્ષ

૧૩-જુનાગઢ                        બોરીસાગર ભાવેશ દલપતરાય  અપક્ષ

મોરબી-કચ્‍છ લોકસભા બેઠક

૦૧-કચ્‍છ(અ.જા.)                  નિતેષ પરબતભાઇ (માતંગ)     ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

૦૧-કચ્‍છ(અ.જા.)                  ચાવડા વિનોદ લખમશી ભારતીય જનતા પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  વિજય ભાચરા   બહુજન સમાજ પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  વણઝારા હીરાબેન દલપતભાઇ અપક્ષ

૦૧-કચ્‍છ(અ.જા.)                  બોચિયા ભીમજી ભીખા   સર્વ સમાજ જનતા પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  બાબુલાલ લધા ચાવડા   અપક્ષ

૦૧-કચ્‍છ(અ.જા.)                  અરવિંદ અશોક સાંઘેલા  ગુજરાત સર્વ સમાજ પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  રામજીભાઇ જખુભાઇ દાફડા      રાઇટ ટુ રિકોલ પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  દેવાભાઇ મીઠાભાઇ ગોહિલ      રાષ્‍ટ્રીય પાવર પાર્ટી

૦૧-કચ્‍છ(અ.જા.)                  કવીતાબેન દીનેશભાઇ મચ્‍છોયા અપક્ષ

૦૧-કચ્‍છ(અ.જા.)                  શામળી વીરજી ચકુ       હિન્‍દવી સ્‍વરાજ દલ

માણાવદર વિધાનસભા

૮પ-માણાવદર                   પરમાર મહેશ રામજીભાઇ  અપક્ષ

૮પ-માણાવદર                   અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી ભારતીય જનતા પાર્ટી

૮પ-માણાવદર                   હરીભાઇ ગોવિંદભાઇ કણસાગરા ઇન્‍ડીયન નેશનલ કોંગ્રેસ

૮પ-માણાવદર                   સોલંકી ઉમેદભાઇ જેન્‍તીભાઇ               અપક્ષ

પોરબંદર વિધાનસભા

૮૩-પોરબંદર અર્જુનભાઇ દેવાભાઇ મોઢવાડીયા       ભારતીય જનતા પાર્ટી

૮૩-પોરબંદર ઓડેદરા રાજુ ભીમા             ઇન્‍ડીયન નેશનલ કોંગ્રેસ

૮૩-પોરબંદર દિલાવર લાખાભાઇ જોખીયા            અપક્ષ

૮૩-પોરબંદર  રસીક ઘેલા મંગેરા     વીરો કે વીર ઇન્‍ડીયન પાર્ટી

૮૩-પોરબંદર  જુંગી જીવનભાઇ રણછોડભાઇ         અપક્ષ

(11:36 AM IST)