<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં વધારોઃ વાદળા યથાવત

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં આજે ગરમીમાં વધારો થયો છે. અને વાદળા યથાવત છે. મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. અને વાદળા યથાવત છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં સવારથી ઉકળાટનું સામ્રાજય છવાય જતા લોકો ત્રાહીમામ થઇ ગયા છે.

રવિવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૪૦.૧ ડિગ્રી રહ્યા બાદ રાત્રે તાપમાન ૨૭.૬ ડિગ્રી હતું અને આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ડાઉન થઇને ૨૫.૭ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. સવારનું તાપમાન ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકાએ પહોંચી ગયું હતું અને આ સાથે વાદળછાયું વાતાવરણ પણ થઇ જતા ઉકળાટ અને બફારો વધ્‍યો હતો. બીજી તરફ સવારે. પવનની ઝડપ પ્રતિ કલાકે વધીને ૭.૫ કિલોમીટરની થઇ ગઇ હતી.

ભાવનગર

(મેઘની વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં  ૪૦ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દિવસભર ગરમ લુ ફુંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. ભાવનગર શહેરમાં  અંગ દજાડતી ગરમી થી લોકો તોબા પોકારી ગયા હતા. દિવસ પર ગરમ પવન ફૂંકાયો હતો.  રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૦ ડીગ્રી નોંધાયું હતું .જ્‍યારે લઘુતમ તાપમાન ૩૦.૦ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ % રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જુનાગઢઃ બાજરા સંશોધન કેન્‍દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ લઘુતમ તાપમાન ૨૫.પ, મહતમ તાપમાન ૩૩.ર, ભેજનું પ્રમાણ ૮૬%, પવનની ગતિ ૧૧.૫ કિ.મી. રહી છે.

(12:05 PM IST)