<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

વાંકાનેરમાં મતદાન જાગૃતિ દીપ

વાંકાનેર : વિદ્યાભારતી શૈક્ષણીક સંકુલ હેઠળ ચાલતા અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા વાંકાનેર શહેરભરમાં મતદાન જાગૃરિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ટ્રસ્ટીઓ દ્વારા વાંકાનેર શહેરભરમાં મતદાન જાગૃતિ અંગે સૂત્રો તથા બોર્ડ સાથે રેલી યોજી નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સંસ્થા દ્વારા તમામ નાગરીકોને આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

(12:07 PM IST)