<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ઉપલેટાની ડેલ્ટા સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૬: બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતતા આવે અને તેમના વાલીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરે તે હેતુ માટે ડેલ્ટા સાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયેલો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને લોકશાહી અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમજ તેના ઘરના સભ્યો તેમ જ પાડોશીઓ વધુમાં વધુ મતદાન કરે એ બાબતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવી  'Vote 4 India' નો મેસેજ આપવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડેલ્ટા સ્કૂલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(12:08 PM IST)