<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કોડીનારના નિવૃત આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા ગ્રેચ્યુટી નહિ મળવા મુદ્દે સમાધાન

મતદાનના બહિષ્કારની ચીમકીને પગલે તંત્ર દ્વારા લેખિત ખાત્રી

કોડીનાર તા.૬: ગઈકાલે કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ મુખ્યમંત્રી ને સંબોધી કોડીનાર મામલતદારનેઙ્ગઆવેદન આપી પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવાઙ્ગમાંગ કરી હતી..સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીનેઙ્ગમાગણી કરી હતી.નિવૃત આંગણવાડીની બહેનોએ આવેદનમાં ચીમકી આપી હતી કે, 'અમારી વ્યાજબી માગણી નહિ સંતોષાય તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું.આખરે આઇસીડીએસ અધિકારીઓએ લેખિત ખાત્રી આપતા સુખદ સમાધાન થયું હતું.

ભારતની સુપ્રીમ કોર્ટે થોડા મહિનાઓ પહેલા એવો ચુકાદો આપ્યો હતો કે, 'નિવૃતઆંગણવાડી મહિલા કાર્યકરો અને હેલ્પરોને ગ્રેચ્યુટી નો લાભ મળવો જોઈએ.' જે અનુસંધાને કેટલીક મહિલાઓને આ લાભ મળ્યો હતો જયારે કોડીનાર તાલુકા અને શહેરી વિભાગની ૮૦ જેટલી મહિલાઓને કોઈને કોઈ કારણોસર ગ્રેચ્યુટી થી વંચિત રાખવામાં આવી હતી.પોતાના અધિકાર આતે વારંવારની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા આખરે આ મહિલાઓ રણચંડી બની.ઉગ્ર આક્રોશ સાથે આવેદન લઈને કોડીનાર મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવતા જિલ્લા કલેકટરની વિશેષ સૂચનાથી આઇસીડીએસનાં પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજસાખા કોડીનાર આવ્યા હતા અને આ તમામ બહેનોને મળી જણાવ્યું હતું કે, 'હાલ આચાર સંહિતા અમલમાં હોય ચૂંટણી પુરી થયા બાદ સરકારમાં રજુઆત કરવામાં આવશે અને ચૂંટણી બાદ ૯૦ દિવસમાં માગણી પૂર્ણ કરવામાં આવશે.લૃ આ પ્રકારની લેખિત ખાત્રી આપ્યા બાદ તમામ બહેનો એ સંતોષ વ્યકત કર્યો હતો.તથા આગામી તારીખ ૭ ના રોજ ઉત્સાહ પૂર્વક મતદાન કરશે.તેવી વળતી ખાત્રી પણ આંગણવાડી નિવૃત બહેનોએ આપી હતી.

(12:13 PM IST)